થોડા સમય અગાઉ કેનેડા-યુએસ બોર્ડર પર કલોલના ડીંગુંચા ગામનાં 4 લોકોનાં બોર્ડર ક્રોસ કરતી વખતે મોત નિપજ્યા હતા
કલોલનાં ડીંગુંચા ગામનાં એક જ પરિવારના ચાર લોકો કેનેડા-યુએસ બોર્ડર પર મોતને ભેટ્યા હતા. જે બાદ આ સમગ્રે કેસમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. જેમાં ગુજરાતનાં ચાર લોકોના મોત મામલે બે વર્ષ બાદ મોટો ખુલાસો થવા પામ્યો છે. ડીંગુંચા પરિવાર કેનેડાના માનિટોબામાં ઠંડીમાં થીજી જતા મોત નિપજ્યું હતું. આ કેસનો મુખ્ય આરોપી ફેનિલ પટેલ કેનેડાના ટોરેન્ટોમાં ફરતો હોવાનુ્ં જાણવા મળી રહ્યું છે.

થીજી જવાથી પરિવારના ચાર સભ્યોના થયા હતા મૃત્યુ
ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યું થયા હતા. તેઓ પણ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ તાપમાન ખૂબ જ નીચુ હોવાના કારણે તેઓ ઠંડી સહન કરી શક્યા નહોતા અને થીજી જવાથી તેમનું મૃત્યુ થયું હતું. મહત્વનું છે કે, ડીંગુચાનો પરિવાર પહેલા દુબઈ ગયો અને બાદમાં ટોરેન્ટો ગયા હતા.
જોકે વીનીપેગમાં ઠંડી હોવાથી બાળકોને ઠંડી લાગવાથી મોત થયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, વીનીપેગ ખાતે એજન્ટોએ આ પરિવારને છોડી દીધા હતા. આ સાથે એક વ્યક્તિ દીઠ 60થી 65 લાખમાં ડીલ થતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.
બોબી પટેલ સહિત ત્રણની કરાઈ હતી ધરપકડ
મહત્વનું છે કે, અગાઉ ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદમાં વધુ બે ઈસમ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની ધરપકડ કરાઈ હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા બંને ઈસમ ભાવેશ પટેલ અને યોગેશ પટેલ 10 વર્ષથી એજન્ટ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે આ ઇસમોએ વીનીપેગ ખાતે એજન્ટોએ પરિવારને છોડી દીધા હતા. આ સાથે તપાસમાં સામે આવ્યું હતું કે, 11 લોકોને અત્યાર સુધીમાં કેનેડા-અમેરિકા મોકલ્યા હતા.