પિતા-પુત્ર અને 4 અજાણ્યા શખસને ઝડપી લેવા પોલીસની 3 ટીમ બનાવાઈ
ભાવનગર : ઘોઘા તાલુકાના વાળુકડ ગામે થયેલ હત્યા-લૂંટ કેસમાં વરતેજ પોલીસ પિતા-પુત્ર અને ચાર અજાણ્યા સહિત છ શખસની વરતેજ પોલીસ શોધખોળ કરી રહી છે.
ભાવનગર : ઘોઘા તાલુકાના વાળુકડ ગામે થયેલ હત્યા-લૂંટ કેસમાં વરતેજ પોલીસ પિતા-પુત્ર અને ચાર અજાણ્યા સહિત છ શખસની વરતેજ પોલીસ શોધખોળ કરી રહી છે.

વાળુકડ ગામે ગઈ કાલ તા.૨૧-૧-૨૦૨૪ના રાત્રીના ૮.૩૦ વાગ્યાથી તા. ૨૨-૧-૨૦૨૪ના સવારના ૪ વાગ્યા દરમિયાન બનેલા આ હત્યા અને લૂંટ કેસ સંદર્ભે વરતેજ પોલીસ સ્ટેશનમાં વાળુકડ ગામના આરોપીઓ લાભુ જીવરાજભાઈ સવાણી અને દર્શન લાભુભાઈ સવાણી તથા ચાર અજાણ્યા શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં પોલીસે છ શખસોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
દરમિયાનમાં, ડીવાય.એસ.પી. સિંઘલે જણાવ્યું હતું કે, આરોપીઓને ઝડપી લેવા પોલીસની ત્રણ ટીમ બનાવવામાં આવેલ છે.