ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને રાજસ્થાન તથા સુરત ખાતેથી પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પુર્વ-કચ્છ ..
રાપર
ઓનલાઇન નાણાકીય છેતરપીંડી : મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ, ગાંધીધામ જીલ્લામાં ઓનલાઈન કાઈમ સ્કોડ એ.ટી.એમ. ફોડ, લોન-લોટરી ફોડ, જોબ (ટાસ્ક) ફોડ, શોપીંગ ફોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડ માંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઈમના બનાવોમા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધવા સુચના આપેલ હોય સાયબર કાઈમ પોલીસ સ્ટેશન ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.
સાયબર કાઈમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૯૯૩૦૧૬૨૨૦૦૦૬/૨૦૨૩ ઈ.પી.કો કલમ. ૪૦૬, ૪૨૦ આઈટી.એક્ટ ૬૬(સી). ૬૬(ડી) મુજબનો ગુનો તા.૧૫/૧૨/૨૦૨૩ નાં જાહેર થયેલ છે. આ ગુનામા ફરીયાદીને ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબનાં બહાને અલગ અલગ ટાસ્ક આપી ટાસ્ક પુરો કરેથી બોનસ આપવા લલચાવી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ.૯,૮૦,૪૯૩/- રૂપીયા બેંકનાં અલગ અલગ એકાઉન્ટમાં લઈ પાછા ન આપી ઓનલાઈન છેતરપીંડી કરેલ જેમાંથી એક બેંક એકાઉન્ટ સુરતનું આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ડનું હોય અને
આ બેન્ડ એકાઉન્ટનાં ખાતા ધારક મુળ રાજસ્થાનનાં હોઈ સાયબર કાઈમ પોલીસ સ્ટેશનની એક ટીમ તપાસ અર્થે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લા ખાતે મોકલેલ હતી જ્યાં ખાતા ધારકની પ્રાથમિક તપાસ ક૨તા તેણે પોતાનું બેન્ક એકાઉન્ટ કમીશનની લાલચમાં સુરતમાં રહેતા તેના મિત્રને વાપરવા માટે આપેલ હોવાનું જાણવા મળતા બીજી ટીમ સુરત ખાતે મોકલાવેલ જેમાં સુરત ખાતેથી એક આરોપીને પકડી પાડેલ. આ ઉપરાંત તેમની પાસેથી અલગ-અલગ ખાતાઓની વિગતો મળેલ છે તેની તપાસ કાર્યવાહી ચાલુમાં છે.
પકડાયેલ આરોપીઓના નામ:-
(૧) નરેન્દ્ર કુમાર મીઠુ લાલ મિના ઉ.વ.૨૪ રહે.ઘોડો કા ખેડા તા.ડુંગલા જી.ચિત્તોડગઢ
(૨) પ્રતિક પ્રફુલભાઈ વસાવા ઉ.વ.૩૧ રહે.ઓમનગર ડિંડોલી સુરત ગુજરાત
આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ:-
(૧) નરેન્દ્ર૨ કુમાર મીઠુ લાલ મિના અગાઉ મુંબઈ સાયબર કાઈમ પોલીસ સ્ટેશન ખાતે નાણાકિય ફોડના ગુનામાં પકડાયેલ છે.
(૨) પ્રતિક પ્રફુલભાઈ વસાવા અગાઉ સુરત ખાતે છેડતી અને મારા મારીના ગુનામાં પકડાયેલ છે.
ઉપરોક્ત કામગીરી સાયબર કાઈમ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.જાડેજા તથા લીવ રીઝર્વ પી.એસ.આઈ. એમ.એચ.જાડેજા તથા સાયબર કાઈમ પોલીસ સ્ટાફ નાઓ દ્રારા આ સફળ કામગીરી કરવામા આવેલ છે.