વડોદરા જિલ્લા કલેકટર કચેરી સભા હોલમાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યશ્રીએ ડભોઇ ખાતે ગેરકાયદેસર દબાણ અંગે રજૂઆત
વડોદરા જિલ્લા કલેકટર કચેરી સભા હોલમાં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યશ્રીએ ડભોઇ ખાતે ગેરકાયદેસર દબાણ અંગે રજૂઆત કરાતા ડભોઇ નગરપાલિકા દ્વારા ડભોઇ નગરમાં એસ.ટી ડેપોની સામે નવીન તાલુકા પંચાયત કચેરી થી વાઘનાથ મહાદેવ જવાના રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી સરકારી જમીનમાં દબાણો કરી વ્યાપાર કરતા ઇસમો સામે નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી.
જે ઈસમો દ્વારા ગેરકાયદેસર સરકારી જમીનમાં દબાણ કરેલ હતા તે આજે ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવીની સૂચના અનુસાર નગરપાલિકા કર્મચારીઓની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરેલ હતી. જે અન્વયે તમામ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલા હતા.
ડભોઇ એસટી ડેપોની સામે આવેલા નવીન તાલુકા પંચાયતની બાજુમાંથી વાઘનાથ રોડ તરફ છેલ્લા ઘણા વર્ષોથી સરકારી જમીનમાં દબાણો કરીને જુના કાટ માલના વેપારકર્તાઓ બેફામ બન્યા હતા. અને લોકોને આવવા જવાના રસ્તા પર જૂનો કાટમાળ મૂકી અડચણ ઉભી કરતા હતા સાથે સાથે ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના નીકાલ વાળી જગ્યા ઉપર પુરાણ કરી પાણી નિકાલનો રસ્તો પણ બંધ કરેલ હતો.
જે અંગે નજીકની સોસાયટી વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા ડભોઇ મત વિસ્તારના લોકલાડીલા વિકાસ પુરુષ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ને રજૂઆત કરતા તેઓ દ્વારા વડોદરા જિલ્લા કલેકટર કચેરી સભા હોલ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ડભોઇ એસ.ટી ડેપો સામે વાઘના રોડ ઉપર ગેરકાયદેસર સરકારી જમીનમાં દબાણો અંગે રજૂઆત કરતા અને વિસ્તારના રહીશો દોરા પણ છેલ્લા ઘણા વર્ષોથી સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે નગરપાલિકા ખાતે રજૂઆતો કરતા હોવાથી
આ રજૂઆતને જિલ્લા કલેકટર શ્રી એ બી ગોર દ્વારા તાત્કાલિક હુકમ કરી જાંબાઝ ચીફ ઓફિસરશ્રી જયકિશન તડવી દ્વારા ધ્યાનમાં લઇ તાત્કાલિક ધોરણે તેઓની સુચના અનુસાર પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર કર્મચારી રાજેશભાઈ પટેલ શિવમભાઈ જે તડવી વિગેરે ટીમ દ્વારા જેસીબી લઈ ગેરકાયદેસર સરકારી જમીનમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સોસાયટી વિસ્તારના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આ દબાણો દૂર કરવા બદલ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા કર્મચારીઓનો આભાર માન્યો હતો.