નળસરોવર પોલીસ દ્વારા આરોપીને 7 દિવસ ગોંધી રાખીને માર મારવાના કિસ્સામાં હાઇકોર્ટેના હસ્તક્ષેપ અને લીધેલી ગંભીરતાના પરિણામે 4 પોલીસ કર્મચારી વિરુદ્ધ આઈ પી સી ની કલમ 323,114 મુજબનો ગુન્હો નોંધવાનો હુકમ નામદાર સાણંદ કોર્ટે કર્યો છે.
અમારી ચેનલે સૌથી પેહલા આ મુદ્દે ભોગ બનનાર વ્યક્તિ સાથે વાતચીત કરી હતી
ન્યૂઝ ફોર ઈન્ડિયાનો પડઘો
વાત જાણે એમ હતી કે, કાયદો કોઈનાથી પરે રહતો નથી. કાનૂન દરેક માટે સરખો જ રહે છે. પરંતુ જ્યારે કોઈ કાયદાનો રક્ષક જ ભક્ષક બની જાય તો સાણંદ નળ સરોવર વિસ્તારમાં એક ઘટના બની હતી જેમાં ચોરીના શંકાના આધારે બેકસૂર યુવકને તપાસના બહાને ઘરેથી લઈ જઈ કસ્ટડીમાં માર માર્યો હતો. કહી શકાય કેઆ એક ગંભીર બેદરકારી છે. અને આના કારણે પોલીસ ઉપર પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. શું પોલીસ સ્ટેશનમાં કેમેરા છે? શું પોલીસને મારવાનો અધિકાર છે ? શું આ રીતે નાગરિકોને પોલીસ ન્યાય અપાવશે? કાયદા પ્રમાણે કોઈપણ આરોપીને ૨૪ કલાકની અંદર કોર્ટમાં રજુ કરવાના હોય છે .પણ પોલીસે આ લોકોને ૭ થી ૮ દિવસ કસ્ટડીમાં રાખીને આ યુવકોને માર મારતા રહ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તપાસના બહાને મારવાની સત્તા કોને આપી છે ? જ્યારે આ હકીકત અમારી ચેનલ ન્યૂઝ ફોર ઇન્ડિયા અને અમારા સહયોગી યશ નાયકની સામે આવી ત્યારે આ મુદ્દે અમે આ યુવકો સુધી પોહચ્યા હતા અને સમગ્ર વિગત જાણી હતી. ત્યારે આ મામલે અમે તેમની સાથે વાતચિત કરી હતી.
ત્યારે દશરથ ભાઈને પોલીસ કસ્ટડીમાં ઇજાઓ થઈ હોવાનું રેકોર્ડ સામે આવ્યો છે. જેની હકીકત ધ્યાને લેનાર સચિન ભાઈ, વિજય ભાઈ દશરથ ભાઈને પોલીસ કસ્ટડી દરમિયાન શારીરિક ઇજાઓ થયા હોવાની હકીકત રેકોર્ડ પર આવી છે. અને આ બાબતે નળસરોવર પોલીસ દ્વારા આરોપીને 7 દિવસ ગોંધી રાખીને માર મારવાના કિસ્સામાં હાઇકોર્ટેના હસ્તક્ષેપ અને લીધેલી ગંભીરતાના પરિણામે 4 પોલીસ કર્મચારી વિરુદ્ધ આઈ પી સી ની કલમ 323,114 મુજબનો ગુન્હો નોંધવાનો હુકમ નામદાર સાણંદ કોર્ટે કર્યો છે.
ત્યારે અમારી ચેનલે સૌથી પેહલા આ મુદ્દે ભોગ બનનાર વ્યક્તિ સાથે વાતચીત કરી હતી અને તેમનો સાથ આપ્યો હતો અને અમારા અહેવાલના કારણે નળસરોવર પોલીસ દ્વારા આરોપીને 7 દિવસ ગોંધી રાખીને માર મારવાના કિસ્સામાં હાઇકોર્ટેના હસ્તક્ષેપ અને લીધેલી ગંભીરતાના પરિણામે 4 પોલીસ કર્મચારી વિરુદ્ધ આઈ પી સી ની કલમ 323,114 મુજબનો ગુન્હો નોંધવાનો હુકમ નામદાર સાણંદ કોર્ટે કર્યો છે.