અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા તા. 22મી થવાની છે ત્યારે સાયબર ફ્રોડ કરતી ગેંગ દ્વારા ચીટીંગ કરવા માટે બોગસ લિંક બનાવીને ગોરખ ધંધો શરૂ કર્યો છે.
સાયબર રોડ આચરતી ગેંગ દ્વારા કોઈપણ રીતે ફ્રોડ કરવાનો કીમિયો આચરવા કાયમ સજજ રહે છે.
મોબાઇલ ફોનમાં ચાલુ અઠવાડિયે કે પછી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા બાદ પણ સાયબર ફ્રોડ કરતી ગેંગ દ્વારા મેસેજ આવી શકે છે.
અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા તા. 22મી થવાની છે ત્યારે સાયબર ફ્રોડ કરતી ગેંગ દ્વારા ચીટીંગ કરવા માટે બોગસ લિંક બનાવીને ગોરખ ધંધો શરૂ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે તમારા મોબાઇલ પર અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉદઘાટન વિધિ તથા લાઈવ તસવીર જોવા માટે લિંક ખોલવા જણાવ્યું છે જેના સહારે સાઇબર ફ્રોડ ચીટીંગ કરતી ગેંગ દ્વારા ચીટીંગ કરવાનું શરૂ કરાયું છે. કોઈના પણ મોબાઈલ પર અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે કોઈપણ જાતનો મેસેજ કે લિંક આવે તો ખોલવી નહીં તેવી સતર્કતા રાખવા જણાવ્યું છે. આવી લિંક રામ મહોત્સવ બાદ પણ ગમે ત્યારે આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સાયબર રોડ આચરતી ગેંગ દ્વારા કોઈપણ રીતે ફ્રોડ કરવાનો કીમિયો આચરવા કાયમ સજજ રહે છે. કોઈપણ વાર તહેવાર હોય કે મહોત્સવ હોય સાયબર ફ્રોડ કરતી ટોળકી તેનો ગેરલાભ ઉઠાવવાનું જરાય ચૂકતી નથી.
હાલમાં અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા 22મીએ ધામધૂમથી થવાનો છે. આ મહોત્સવ અંગે આપણા દેશ સહિત દુનિયાના વિવિધ દેશોમાં ખૂબ ઉત્સુકતા છે. 500 વર્ષ પછી ભગવાન રામલલ્લાની મૂળ જગ્યાએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ છે.
પરંતુ સાયબર ફ્રોડ આચરતી ગેંગ કોઈપણ વાર તહેવાર પ્રસંગ કે મહોત્સવ ટાણે ચીટીંગ કરવા સતત પ્રયત્નશીલ હોય છે. સાયબર રોડ આચરતી ગેંગ દ્વારા અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટાણે પણ શિકાર શોધવામાં સતત કાર્યરત રહે છે. સાયબર ફ્રોડ કરતી ગેંગ દ્વારા ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાઇવ વિડિયો કે ઉદઘાટન વિધિ જોવા માટે એક લિંક ફરતી કરી છે.
આ અંગે ધારકના મોબાઇલ ફોનમાં ચાલુ અઠવાડિયે કે પછી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા બાદ પણ સાયબર ફ્રોડ કરતી ગેંગ દ્વારા મેસેજ આવી શકે છે. આ મેસેજમાં સાયબર ફ્રોડ કરતી તોડી દ્વારા જણાવાય છે કે અયોધ્યા ખાતેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાઇવ વિડિયો કે પછી ઉદ્ઘાટન નિધિની લાઈવ તસવીરો જોવા માટે લિંક ખોલવા સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા જણાવાય છે. આવી લીંક ખોલતા જો મોબાઈલ ધારક સાયબર ટોળીનો ભોગ બની જાય છે અને તેમની સાથે આર્થિક ચીટીંગ શરૂ થઈ જાય છે.

આવો મેસેજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ કે ત્યારબાદ પણ કોઈ પણ ફોન ધારક ના મોબાઈલમાં આવી શકે છે. આવી સક્રિય થયેલી ગેંગ બાબતે જાગૃત દેશવાસીઓ દ્વારા એક મેસેજ મોકલવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે મોબાઈલ ફ્રોડ કરતી ટોળકી દ્વારા આવી કોઈ પણ પ્રકારની લીંક આવે કે જેમાં જણાવ્યું હોય કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાઇવ વિડિયો કે ઉદઘાટન વિધિની લાઈવ તસવીરો જોવા માટે આકર્ષિત કરતી લિંક મોકલવામાં આવે છે અને જેમાં જણાવાય છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની લાઈવ તસવીરો કે પછી ભગવાનના લાઈવ દર્શન અને ઉદ્ઘાટન વિધિની લાઈવ તસવીરો જોવા માટે લીંક ખોલવા બાબતે મોબાઈલ ધારકને આકર્ષિત કરવામાં આવે છે. પરિણામે મોબાઈલ ધારક લાલચમાં આવીને આવી લીંક ખોલવા મજબૂર થઈ જાય છે પરિણામે સાયબર બ્રોડ કરતી ગેંગની જાળમાં ખૂબ આસાનીથી મોબાઇલ ધારક ફસાઈ જાય છે પરિણામે કોઈના પણ મોબાઇલમાં અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે ગમે ત્યારે કોઈપણ સમયે આવતી આવી લિંક ક્યારેય પણ નહીં ખોલવા જણાવાયું છે.