ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે ત્યારે ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી તરફ આવી રહેલી 11 ટ્રેનો મોડી ચાલી રહી છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે ત્યારે હજુ પણ ઠંડી ઘટવાના કોઈ સંકેતો દેખાતા નથી
ઉત્તર ભારત દિલ્હી સહિતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે ત્યારે ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી તરફ આવી રહેલી 11 ટ્રેનો મોડી ચાલી રહી છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઠંડી ઘટવાના સંકેતો દેખાતા નથી
ઉત્તર ભારત સહિત રાજધાની દિલ્હીમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે ત્યારે હજુ પણ ઠંડી ઘટવાના કોઈ સંકેતો દેખાતા નથી. છેલ્લા ઘણા દિવસથી પડી રહેલી ઠંડીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહી છે ત્યારે આજે પણ પંજાબથી લઈને દિલ્હી-એનસીઆર અને પૂર્વી ઉત્તર પ્રદેશ સુધીનો સમગ્ર ઉત્તરપૂર્વ ભારતમાં તીવ્ર ઠંડીનો કેર યથાવત છે. હવામાન વિભાગે આગામી 23 જાન્યુઆરી સુધી ઠંડી અને ધુમ્મસને લઈને પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપી માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સમય દરમિયાન, પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાન 2-10 ડિગ્રી વચ્ચે રહેશે. ગાઢ ધુમ્મસના કારણે રોડ, રેલ અને હવાઈ સેવાઓ પર અસર પડી રહી છે. આજે પણ દિલ્હી તરફ આવતી 11 ટ્રેન મોડી ચાલી રહી છે.

220 ફ્લાઈટ પણ પ્રભાવિત
દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર ધુમ્મસના કારણે 220 ફ્લાઈટ પ્રભાવિત થઈ છે તેમજ સાત ફ્લાઇટ રદ કરવામાં આવી હતી જ્યારે અન્ય સાત ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાર ફ્લાઈટ્સ પાંચ કલાકથી વધુ મોડી પડી હતી.