વડોદરા બોટ કાંડ : હરણી લેકમાં બોટિંગ વખતે બે મોટી ભૂલો એટલે સર્જાઈ ટ્રેજેડી, ચેતજો નહીંતર બનશે ફરી
વડોદરા બોટ કાંડ : ગુજરાતની મોટી બોટ ટ્રેજેડીથી દેશનો રામમય માહોલ ગમગીન બન્યો છે. 14થી વધુ વિદ્યાર્થીઓનો ભોગ લેનારી વડોદરાના હરણી લેકની બોટ ટ્રેજેડીથી માતમ છવાયો છે.
વડોદરામાં મોટી બોટ ટ્રેજેડીથી દેશનો રામમય માહોલ ગમગીન
હરણી લેકમાં 23 વિદ્યાર્થીઓ ભરેલી પિકનીક બોટ ઊંધી વળી
14થી વધુ બાળકોના મોત, વધી શકે મોતનો આંકડો
લાઈફ જેકેટ પહેર્યાં વગરના તમામ બાળકોના મોત
ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડાતાં બોટ પલટી
દેશનો રામમય માહોલ ગમગીન બન્યો છે. ગુજરાતના વડોદરામાં બનેલી મોટી બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 14થી વધુ બાળકોના મોત થયાં છે. મોતનો આંકડો વધી શકે છે કારણ કે બોટમાં 23 બાળકો સવાર હતા, જેઓ પિકનીક પર આવ્યાં હતા. બોટ ટ્રેજેડીનો ભોગ બનેલા બાળકો અને બચી ગયેલા બધા વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના સ્ટૂડન્ટ હતા. બે મોટી ભૂલોને કારણે બોટ ટ્રેજેડી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પહેલી વાત એ કે લાઈફ જેકેટ વગર બાળકોને બોટમાં બેસાડાયા હતા અને બીજું એ કે ખમી શકે તેના કરતાં પણ વધારે બાળકોને બોટમાં ઠાંસવામાં આવ્યાં હતા.

પિકનીક બોટ કેવી રીતે ઊંધી વળી
વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના 23થી વધુ બાળકો શિક્ષકો સાથે મોટનાથ તળાવમાં પિકનીક પર આવ્યાં હતા પરંતુ બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડાયા હતા અને તેને કારણે તળાવના રાઉન્ડ વખતે બેલેન્સ ખોરવાતાં બોટ ઊંધી થઈ ગઈ હતી જેમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા જોકે તાબડતોબ શરુ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 10 બાળકો અને 2 ટીચરને બચાવી લેવાયા હતા જ્યારે 12થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાં હતા.
લાઈફ જેકેટ વગરના બાળકો ડૂબી ગયા
વડોદરા બોટ કાંડ : બોટ ટ્રેજેડીની સૌથી કરુણ વાત એ છે કે જે બાળકોએ લાઈફ જેકેટ નહોતા પહેર્યાં તેઓ બધા ડૂબી ગયા પરંતુ લાઈફ જેકેટવાળા વિદ્યાર્થીઓ બચી ગયા હતા. આ ઘટનાથી ચેતવા જેવું એ છે કે પાણીમાં બોટિંગ વખતે લાઈક જેકેટ પહેરવું અનિવાર્ય છે જેથી કરીને અકસ્માતના કિસ્સામાં બચી શકાય.
બોટિંગમાં લાઈફ જેકેટ પહેરવું જરુરી
બોટિંગ કરતી વખતે લાઈફ જેકેટ પહેરવું ખૂબ અનિવાર્ય છે. વડોદરાની આ ઘટનાથી લોકોએ ચેતવા જેવું છે.


વડોદરા બોટ કાંડ : લાઈફ જેકેટ વગર બાળકોને બોટમાં બેસાડ્યાં જ કેમ
આ ટ્રેજેડીમાં સૌથી મોટો સવાલ એ છે કે લાઈફ જેકેટ વગર બાળકોને બોટમાં કેમ બેસાડાયા? બોટિંગ વખતે લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત હોય છે તો પછી કેટલાક બાળકોને કેમ ન પહેરાવાયું. કોના વતી બેદરકારી રહી ગઈ હતી. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તે માટે ચેતવાની જરુર છે.


13 બાળકો અને 2 ટીચરનું રેસ્ક્યૂ
લાઈફ જેકેટ પહેરેલા 11 સ્ટૂડન્ટ બચી ગયા હતા જ્યારે લાઈફ જેકેટ વગરના બધા ડૂબી ગયા હતા. 13 બાળકો 2 ટીચરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
હર્ષ સંઘવીએ 14ના મોતની કરી પુષ્ટિ
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 14 લોકોના મોતની પુષ્ટિ કરી છે. હરણી તળાવમાં ડૂબી જવાથી 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. હર્ષ સંઘવી પણ વડોદરા પહોંચ્યાં હતા.
વડોદરા બોટ કાંડ :
મૃતકોમાં કોણ કોણ સામેલ
સકીના શેખ
મુઆવજા શેખ
આયત મન્સૂરી
અયાન મોહમ્મદ ગાંધી
રેહાન ખલીફા
વિશ્વા નિઝામ
જુહાબિયા સુબેદાર
આયેશા ખલીફા
નેન્સી માછી
હેત્વી શાહ
રોશની સૂરવે
મૃતક લેડી ટીચર
છાયા પટેલ
ફાલ્ગુની સુરતી