ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, હવે આ સ્ટાર ખેલાડી મેચ નહીં રમી શકે !

Spread the love

ટીમમાં પસંદગી માટે હવે શ્રેયસ અય્યર પણ ઉપલબ્ધ નથી

Shardul Thakur Asks Rest From RanjiTrophy : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાનાર છે. આ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરના ઘુટણની ઈજા ફરી સામે આવી છે. જેના કારણે તેણે BCCIને બે અઠવાડિયા માટે આરામની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન શાર્દુલના ઘૂંટણમાં ઈજા થઇ હતી. તે સમયે કહેવામાં આવ્યું હતું કે ઈજા વધારે ગંભીર નથી અને તે રણજી ટ્રોફીમાં મુંબઈ અને કેરળની મેચમાં મેદાન પર વાપસી કરી શકે છે. પરંતુ હવે તે આ મેચમાં રમી શકશે નહીં.

શ્રેયસ અય્યર પણ પસંદગી માટે ઉપલબ્ધ નથી

તમને જણાવી દઈએ કે ટીમમાં પસંદગી માટે હવે શ્રેયસ અય્યર પણ ઉપલબ્ધ નથી, કારણ કે તે ઇંગ્લેન્ડ સામે આગામી 5 મેચની ટેસ્ટ સીરિઝની તૈયારી કરી રહ્યો છે. હવે શિવમ દુબેને મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શિવમ અફઘાનિસ્તાન સામે રમાનાર અંતિમ T20I બાદ મુંબઈની ટીમમાં જોડાશે.

પસંદગીકારોએ હિમાંશુ સિંહને ટીમમાં સામેલ કર્યો

ટર્નિંગ પિચને જોતા મુંબઈ ટીમના પસંદગીકારોએ હિમાંશુ સિંહને ટીમમાં સામેલ કર્યો છે. હિમાંશુ ઓફ સ્પિનર બોલર છે, જે 16 સભ્યોની ટીમનો ભાગ છે. હિમાંશુ સિંહ પ્રથમવાર રણજી ટ્રોફી રમતા દેખાશે. તેણે લોકલ ક્રિકેટ અને સીકે નાયડૂ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેથી તેણે મોકો આપવામાં આવ્યો છે.

મુંબઈની 16 સભ્યોની ટીમ

અજિંક્ય રહાણે (C), ભૂપેન લાલવાણી, જય બિસ્તા, અમોઘ ભટકલ, શિવમ દુબે, પ્રસાદ પવાર (wkt), હાર્દિક તામોરે (wkt), સુવેદ પારકર, શમ્સ મુલાની, તનુષ કોટિયન, ધવલ કુલકર્ણી, રોયસ્ટન ડાયસ, અથર્વ અંકોલેકર, મોહિત અવસ્થી, સિલ્વેસ્ટર ડિસૂઝા, હિમાંશુ સિંહ


Spread the love

Related Posts

IPL 2024 :મુંબઈ સામે હૈદરાબાદે રચ્યો ઇતિહાસ, Breaking News 1

Spread the love

Spread the loveIPL 2024 :હૈદરાબાદે 20 ઓવરમાં 277 ફટકારી IPLના ઈતિહાસનો સૌથી હાઈએસ્ટ સ્કોર બનાવી દીધો છે IPL 2024 :આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ…


Spread the love

IPL 2024 :ચાલુ મેચે સ્ટેડિયમમાં આવ્યો કોહલીનો ચાહક, વધુ એક વખત સુરક્ષામાં ચૂક, Breaking News 1

Spread the love

Spread the loveIPL 2024 :IPL માં સુરક્ષાની ચૂક હોય તેવું જોવા મળી રહ્યું હતું અને આ દરમિયાન એક મોટી ભૂલ પણ જોવા મળી હતી IPL 2024 :ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *