ધોની રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અયોધ્યા જશે? મળ્યું ખાસ આમંત્રણ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : MS Dhoni Invited For Ram Lala Pran Pratishtha Ceremony : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને 22 જાન્યુઆરીના રોજ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અયોધ્યા આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ધોનીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સહ-પ્રાંત સચિવ ધનંજય સિંહ તરફથી આ વિશેષ આમંત્રણ મળ્યું છે. હવે આ જોવું રસપ્રદ રહેશે કે ધોની આ મહોત્સવમાં ભાગ લેશે કે નહીં.
ધોનીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સહ-પ્રાંત સચિવ ધનંજય સિંહ તરફથી આ વિશેષ આમંત્રણ મળ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહોત્સવમાં સામેલ થશે
મળ્યું ખાસ આમંત્રણ ધોનીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સહ-પ્રાંત સચિવ ધનંજય સિંહ તરફથી આ વિશેષ આમંત્રણ મળ્યુંવડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહોત્સવમાં સામેલ થશે

આ ખેલાડીઓને પણ આપવામાં આવ્યું આમંત્રણ
ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની એવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઇ ગયો
જેમને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ધોની ઉપરાંત વિરાટ કોહલી, પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પણ આ મહોત્સવમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ધોનીને ગઈકાલે રાંચીમાં તેના નિવાસસ્થાને આમંત્રણ મળ્યું હતું. જ્યારે ધોનીને ઔપચારિક આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે ભાજપના પ્રદેશ સંગઠન મહાસચિવ કર્મવીર સિંહ પણ હાજર હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહોત્સવમાં સામેલ થશે
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દેશના 6,000થી વધુ લોકોને આમંત્રણ મોકલ્યું છે. રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 22 જાન્યુઆરીએ દેશના જુદા-જુદા ક્ષેત્રના ઘણાં જાણીતા લોકોના સામેલ થવાની આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહોત્સવમાં સામેલ થશે. તેમના સિવાય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અયોધ્યા પહોંચી શકે છે.