UPIનો ઉપયોગ મોટાભાગના લોકો કરે છે પરંતુ તેનાથી જોડાયેલા નિયમો વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. સમય સાથે નિયમોમાં સતત પરિવર્તન થતુ રહે છે.
ભારતીય ગ્રાહકો માટે પેમેન્ટ કરવાથી લઈને રિસીવ કરવા સુધીમાં ખૂબ પરિવર્તન કરવામાં આવ્યુ છે. 2024માં UPI Transaction ની સંખ્યામાં વધારાની વાત પણ કહેવામાં આવી રહી છે. આ જ કારણ છે કે સરકાર પણ આને લઈને ખૂબ નિર્ણય લઈ રહી છે.
UPI નિયમોને લઈને સતત નવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ એક મોટુ પરિવર્તન ટ્રાન્જેક્શન લિમિટને વધારવા માટે કરવામાં આવ્યુ છે. હવે તમે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓમાં 5 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકો છો. જ્યારે પહેલા આ લિમિટ માત્ર 1 લાખ રૂપિયા સુધી હતી એટલે કે આની મદદથી સંસ્થાઓ અને યૂઝર્સ બંનેને જ ફાયદો થવાનો છે. તેનાથી લોકોને ખૂબ ફાયદો થઈ શકે છે.
National Payments Corporation of India (NPCI) એ સેકન્ડરી માર્કેટ માટે UPI ઈન્ટ્રોડ્યૂસ કર્યું છે. હજુ આ પોતાના બીટા ફેઝમાં છે. સેકન્ડરી માર્કેટ માટે UPI ઘણા મામલે મદદ કરશે. તેની મદદથી તમારા માટે રોકાણ કરવુ પણ ખૂબ સરળ થઈ જશે. ટ્રેડિંગ સેટલમેન્ટ આની મદદથી ખૂબ સરળ બની જશે. કેમ કે આ સિંગલ-બ્લોક-મલ્ટીપલ-ડેબિટ ફેસિલિટી પર કામ કરી રહ્યુ છે. તેનાથી ગ્રાહકોને ટ્રાન્સપરન્સી અને ફુલ કંટ્રોલ મળે છે.
QR Code ની મદદથી પણ એટીએમથી રૂપિયા કાઢી શકાય છે. હજુ આની પર કામ કરવામાં આવી રહ્યુ છે અને આ તમામ પાયલટ ફેઝમાં છે. હવે તમે QR Code સ્કેન કરીને જ્યારે પેમેન્ટ કરશો તો એટીએમ મશીનની મદદથી તમને કેશ મળી જશે. આ ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કરવામાં આવ્યુ છે. હવે UPI માટે કૂલિંગ પીરિયડનો સમય પણ 4 કલાકનો કરી દેવાયો છે. એટલે કે તમે પહેલા ગ્રાહકને 2 હજાર રૂપિયા સુધી પેમેન્ટ કરશો.