જાલી નોટ પ્રકરણમાં આરોપીઓની રી-કંટ્રકશન કરાયું


ભાવનગર શહેરના નિર્મલનગર અને નવાપરાના ત્રણ શખ્સોને એલસીબી ટીમે બનાવટી (જાલી નોટ ) ચલણી નોટો સાથે ઝડપી લીધા હતા. પોલીસે પ્લોટ ચોકી પાસેથી નૈતિક મોદી, જયરાજસિંહ ગોહિલ અને તૌફીક પરમારને જાલી નોટ નંગ ૬૨ જેની કિંમત રૂપિયા ૩૧ હજાર મળી કુલ રૂપિયા ૧,૧૬,૩૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડા ડૉ. હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં ત્રણેય આરોપીઓનું રી-કંટ્રકશન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પોલીસ દ્વારા ત્રણેય શખ્સોને સાથે રાખી અલકા સિનેમા નજીક આવેલી દુકાનો સહીતની જગ્યાઓ પર લઇ જઈ અને જરૂરી તપાસ હાથ ધરી હતી. આ અંગે ઝડપાયેલા શખ્સોની સઘન પૂછપરછ કરી વધુ કોઈ સંડોવાયેલું છે કે કેમ તે સહીતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
