મધ્યપ્રદેશની મહિલા સાથે ચાલુ બસમાં ડ્રાઈવર-કંડક્ટર દ્વારા દુષ્કર્મ | Rape case | Crime story 1

Spread the love

મધ્યપ્રદેશની મહિલા સાથે ચાલુ બસમાં ચાલક-કંડક્ટર દ્વારા દુષ્કર્મથી ખળભળાટ,બન્નેની ધરપકડ…

મધ્યપ્રદેશની મહિલા સાથે ચાલુ બસમાં ડ્રાઈવર-કંડક્ટર દ્વારા દુષ્કર્મ, અમરદીપ ટ્રાવેલ્સની બસમાં મહિલા મુસાફરની લાજ લૂંટાઈ.

મહિલા સાથે
મહિલા સાથે

બસના અન્ય પેસેન્જરો ઉંઘી જતા ડ્રાઈવર-કંડકટરે પોત પ્રકાશયું..

મોરબી પોલીસની કાર્યવાહી બાદ દાહોદ એ ડિવિઝન પોલીસમાં જીરો નંબરથી ફરિયાદ દાખલ..

દાહોદ તા.11

મધ્યપ્રદેશથી મોરબી તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરી રહેલી મહિલા જોડે ચાલુ બસે બસના ડ્રાઈવર અને કંડકટરે દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે.જે બાદ હેવાનિયતનો શિકાર બનેલી મહિલા દ્વારા બંને નરાધમો સામે મોરબી જિલ્લાના મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મોરબી પોલીસે બન્ને આરોપીને ઝડપી દાહોદ પોલીસને સુપરત કરતા દાહોદ એ ડીવીઝન પોલીસે ડ્રાઈવર અને કંડકટરની ધરપકડ કરી લીધી છે.

મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સ નામક ખાનગી લક્ઝરી બસમાં મોરબી ખાતે મજૂરી અર્થે જવા મહિલા પોતાના પરીવાર સાથે નીકળી હતી. જ્યાં રસ્તામાં રાત્રિના સમયે બસ દાહોદ જિલ્લાના ગરબાડા બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે ભોગ બનનાર મહિલા એકલી નજરે પડતા બસના ચાલક ગણેશ બદરી લાલ ડામોર તેમજ કંડકટર આશિષ અંશિલ ભીલની દાનત બગડી હતી. આ સમયે બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો ઊંઘી જતા રાત્રિના અંધારામાં આ નર પીસાચી નરાધમોએ મહિલાને જાનથી મારી નાખવાની ધાકધમકી આપી બસના કેબીનમાં વારાફરતી દુસ્કર્મ આચરતા મહિલા આ બન્નેની હેવાનિયતનો શિકાર બની જવા પામી હતી. ત્યારબાદ બીજા દિવસે બસ મોરબી જિલ્લાના મોરબી ખાતે પહોંચતા દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા બસમાંથી ઉતરી ગઈ હતી.

પીડિતાએ બસમાંથી ઉતર્યા બાદ 181 અભયમની મદદ લીધી..

ભોગ બનનાર મહિલા મોરબી ખાતે ઉતર્યા બાદ પીડિતાએ 181ની મદદ લીધી હતી. અને બસમાં મુસાફરી સમયે પોતાની સાથે બનેલી ઘટના અંગે પીડિતાએ અન્ય લોકોને જાણ કરતા મોરબી 181 ની ટીમને જાણ કરવામાં આવી હતી.

મોરબી પોલીસની કાર્યવાહી: બંનેની ધરપકડ કરી દાહોદ પોલીસ સ્ટેશને સુપરત કર્યા.

મહિલા સાથે દુષ્કર્મ મામલે ગંભીર બનેલી મોરબી પોલીસ પણ સક્રિય બની હતી.અને ચાલુ બસમાં હેવાનિયત આચરનારા ડ્રાઈવર-કંડકટરની ઓળખ કરી લેવામાં આવી હતી.અને બન્નેની ધરપકડ કરી મોરબી પોલીસ દાહોદ ખાતે આવી હતી. જ્યાં દાહોદ એ ડીવીઝન પોલીસ મથકમાં ડ્રાઈવર ગણેશ ડામોર અને કંડકટર આશિષ ભીલ સામે IPC-376(2)N,506(1),114 મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. જે બસમાં દુષ્કર્મની ઘટના બની હતી તે બસ પણ પોલીસ દ્રારા કબજે કરી લેવામાં આવી છે.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *