ખુરશી જતાં શિવરાજસિંહ ચૌહાણને થયું ભાન | An anguished cry 1

Spread the love

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણનું દર્દ ફરી છલકાયું છે. તેમણે આ વખતે ગધેડાના માથેથી શિંગડાનું હટવું એવું ઉદાહરણ આપ્યું.

મધ્યપ્રદેશમાં મામા તરીકે જાણીતા શિવરાજસિંહ ચૌહાણના ફરી સીએમ બનવાની અટકળો હતી પરંતુ તેમને બદલે તદ્દન નવા મોહન યાદવને સીએમ બનાવી દેવાતાં શિવરાજ ખૂબ નારાજા થયાં હતા અને ત્યાર બાદ અનેક વાર તેમનું દુખ સામે આવ્યું છે. ફરી એક વાર શિવરાજસિંહ ચૌહાણ દુખભર્યો પોકાર કરતાં ગધેડાનું ઉદાહરણ આપ્યું હતું.

શિવરાજસિંહ ચૌહાણ

‘CM ન રહીએ તો ફોટો એવી રીતે હટે જાણે ગધેડાના માથેથી શિંગડું’, શિવરાજને ‘સ્વાર્થનીતિ’નું ભાન થયું

સીએમ ન બનાવતાં છલકાયું શિવરાજસિંહ ચોહાણનું દર્દ
ખુરશી જતાં શિવરાજ સિંહ ચોહાણને થયું ભાન
સીએમ તરીકે હટતાં જ ફોટો એવી રીતે હટાવી દેવાય જાણે ગધેડાના માથેથી શિંગડું’
સીએમ હોઈએ ત્યારે લોકો કહે છે કે તમારા પગ કમળ જેવા છે

સીએમ હોઈએ ત્યારે કહે કે ભાઈ તમારા પગ કમળ જેવા છે

‘If you are not a CM, your pics will be soon disappeared from hoardings’: Shivraj Singh Chouhan

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચોહાણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. એક કાર્યક્રમમાં પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ કહેતા જોવા મળી રહ્યા છે કે રાજનીતિ પણ ખુબ જ રસપ્રદ ક્ષેત્ર છે. મોદીજી જેવા નેતાઓ પણ દેશ માટે જીવ્યા છે. ઘણા લોકો એવા છે જે રંગ જુએ છે. જો તમે મુખ્યમંત્રી છો તો આવા લોકો કહે છે ભાઈ, તમારા પગ કમળ જેવા છે. જો તમે પાછળથી સીએમ ન રહો તો ગધેડાના માથામાંથી શિંગડાની જેમ હોર્ડિંગમાંથી ફોટા ગાયબ થઈ જાય છે.

મારી પાસે એક મિનિટનો પણ સમય નથી

કહેવાય છે કે ભોપાલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ સીએમ શિવરાજસિંહ ચોહાણ પણ હાજર હતા. કાર્યક્રમને સંબોધતા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે જ્યારે આપણે બીજા માટે કામ કરવાનું લક્ષ્ય નક્કી કરીએ છીએ ત્યારે જીવન આનંદથી ભરેલું હોય છે. મારી પાસે હજી એક મિનિટનો પણ સમય નથી. હું સતત કામમાં વ્યસ્ત રહું છું. સારું છે કે થોડું કામ રાજકારણની બહાર થઈ રહ્યું છે. રાજકારણમાં પણ ખૂબ સારા અને સમર્પિત કાર્યકરો છે.

કેમ છલકાયું શિવરાજનું દર્દ

શિવરાજ એમપીમાં લોકપ્રિય ચહેરો છે અને સીએમ તરીકે તેમના કામના ખૂબ વખાણ થયાં હતા તેઓ એમપીમાં મામાના હુલામણા નામ તરીકે જાણીતા છે. તેઓ ફરી સીએમ બને તેવું લોકો ઈચ્છતા હતા પરંતુ પાર્ટીએ તેમને બદલે મોહન યાદવને બેસાડ્યાં આથી શિવરાજસિંહ ચોહાણ ખૂબ દુખી દુખી થયાં હતા અને અવનવા ઉદાહરણ આપીને પોતાનું દુખ વ્યક્ત કરતાં હતા. હાલમાં જ શિવરાજ પોતાના ગૃહ જિલ્લા સિહોર પહોંચ્યા હતા.

આ સમય દરમિયાન કેટલીક મહિલાઓ રોવા લાગી અને શિવરાજને કહેવા લાગી કે અમે તમને નહીં છોડીએ. શિવરાજસિંહ ચૌહાણ પણ મહિલાઓને રડતી જોઇને ભાવુક થઇ ગયા હતા. તેમણે બહેનોને કહ્યું કે હું તમારા બધા સિવાય બીજે ક્યાંય જવાની નથી. હું હંમેશા તમારા બધાની સાથે જ છું. આ પછી શિવરાજસિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ક્યારેક રાજ્યાભિષેક બાદ વનવાસ થાય છે. શિવરાજનું આ નિવેદન પણ ખૂબ વાયરલ થયું હતું.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *