સંજાણનો બહુચર્ચિત સર્પાકાર રેલવે ઓવરબ્રિજનું થયેલું નિર્માણ બાદ, આ રેલવે ઓવરબ્રિજને લોકાર્પણ વગર ખુલ્લો મુકી દેવાયો હતો

સંજાણનો બહુચર્ચિત સર્પાકાર રેલવે ઓવરબ્રિજનું થયેલું નિર્માણ બાદ, આ રેલવે ઓવરબ્રિજને લોકાર્પણ વગર ખુલ્લો મુકી દેવાયો હતો. કહેવાય છે કે, જ્યાં લોકાર્પણની રિબન કાપવા રાજકારણી/નેતાઓની હોડ જામતી હોય ત્યાં કોઈ આવાં રાજકારણી/નેતાઓ રિબન કાપવાનું ચુકે ખરાં?
હકીકતમાં, આ સર્પાકાર રેલવે ઓવરબ્રિજની રિબન કાપવા રાજકારણી/ નેતાઓ ખચકાટ અનુભવે છે..! જેનાં પાછળની કહાની એવી છે કે, આ સર્પાકાર રેલવે ઓવરબ્રિજ પર યાતાયાત શરૂ થયાનાં, ટુંક સમયમાં જ રેલ્વેનાં પૂર્વ તરફનો એક સ્લેબમાં ગાબડું પડ્યું..! જેમાં ધારાસભ્ય, પદાધિકારીઓ, તથાં અન્ય રાજકારણીઓએ સદર ઓવરબ્રિજમાં હલ્કી કક્ષાનું મટીરીયલ વપરાયું હોવાની બુમરેંગ મચાવી દીધી હતી. જેનાં કારણે ગાબડું પડેલાં આરસીસી સ્લેબને તોડી પડાયો હતો.

સદર નવો આરસીસી સ્લેબ ભરાયા બાદ, આ રેલવે ઓવરબ્રિજને ફરી પાછો લોકાર્પણ વગર યાતાયાત માટે ખુલ્લો મૂકી દેવાયો હતો. આ રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન સર્પાકાર હોવાથી તથાં હલ્કી ગુણવત્તા વાળું મટેરિયલનાં વપરાશની બુમરેંગને કારણે વાહનચાલકોમાં એક ડર પેસી ગયો હતો.



થોડાં દિવસ પૂર્વે આજ રેલ્વે ઓવરબ્રિજ પર એક વિચિત્ર અકસ્માતમાં વાહનચાલક મોતને ભેટ્યો હતો. સૂત્રો દ્વારા એવી પણ માહિતી જાણવા મળી હતી કે, આ રેલ્વે ઓવરબ્રિજ પર છાશવારે નાનાં અકસ્માતો થતા હોય છે.
હવે સવાલ એ છે કે, આ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાં કેમ કોઈ આવતું નથી..! શું તેઓને પણ આ રેલવે ઓવરબ્રિજનાં નિર્માણ પર શંકા છે? શું તેઓને લોકાપર્ણની રીબીન કાપવાનો ડર લાગે છે? કે પછી, આ સર્પાકાર રેલવે ઓવરબ્રિજનાં થયેલાં વિવાદને કારણે દૂર રહેવાનું પસંદ કરી, લોકાર્પણની રિબન કાપવા ખચકાટ અનુભવે છે?