60 લાખની કિંમતના ૫૯૪ ગ્રામ ૮૦૦ મિલીગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના કેસમાં બે પેડલરોની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ. દ્વારા કરવામાં આવી
અમદાવાદ શહેરમાં ડ્રગ્સના તથા નશાની પ્રવૃતિ સાથે જોડાયેલા ઇસમોને તથા એન.ડી.પી.એસ. એકટના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી.આલ ની ટીમના પો.સ.ઇ. વી.એન.પરમાર તથા ટીમના માણસો વર્ક આઉટમાં હતા દરમ્યાન બાતમી હકિકત આધારે આરોપી સાહીદહુસેન સલીમભાઈ જમીલભાઈ કુરેશી ને જુહાપુરા થી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ તેમજ પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એચ. સિંધવની ટીમના પો.સ.ઈ. જી.કે. ચાવડા તથા ટીમના માણસો દ્વારા બાતમી હકિકત આધારે આરોપી સાકીબ મોહંમદમીયા શેખ,ને દરીયાપુરથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ.
બન્ને પકડાયેલ આરોપી અગાઉ અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ દ્રારા ગઇ તા.૨૦/૦૯/૨૦૨૩ ના રોજ એસ.જી.હાઇવે, છારોડી ગામ પાટીયા પાસેથી આરોપી જાકીરહુસેન શેખ ને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ૫૯૪ ગ્રામ ૮૦૦ મિલીગ્રામ કિ.રૂ.૫૯,૪૮,૦૦૦/- ના જથ્થા સાથે પકડેલ જે ગુન્હામાં નાસતા ફરતા હતા. આ સિવાય આરોપી સાકીબ ચણો એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચમાં એમ.ડી. ડ્રગ્સના બે ગુન્હાઓમાં નાસતો ફરે છે.
બન્ને આરોપીની પુછપરછ કરતા પોતે બન્ને આરોપીઓ એમ.ડી. ડ્રગ્સનુ સેવન કરતા હતા. ને પોતે એમ.ડી. ડ્રગ્સનુ વેચાણ કરતા હતા આ ઇસમો પાસેથી એમ.ડી. ડ્રગ્સની ખરીદી કરી પોતે નશો કરે છે તેમજ બીજા છુટક ગ્રાહકોને વેચાણ આપતા હોવાની હકિકત જણાવેલ. બન્ને આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.