ભરવાડ સમાજના શખ્સોએ લોખંડના પાઈપ વડે દલીત સમાજનાં વ્યક્તિઓ ઉપર જીવલેણ હૂમલો કર્યો.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળીના સરા ગામે અનુસુચિત જાતિ દલીત સમાજ સમાજનાં લોકો અને ભરવાડ સમાજના વ્યક્તિઓ સાથે ખરાબાની જમીન બાબતે માથાકુટ થઈ.
ભરવાડ સમાજના 2 હુમલાખોરોને મુળી પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા.

ભરવાડ સમાજનાં શખ્સોએ દલીત સમાજનાં લોકો ઉપર લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો.
દલીત સમાજનાં એક મહિલા સહિત 2 પુરૂષો સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સુ.નગર TB હોસ્પિટલ ખસેડાયા.
દલીત સમાજનાં લોકો પર જીવલેણ હુમલાની ઘટનામાં કાકી અને પિતાની હાલત ગંભીર જણાતા પરિવાર ચિંતામાં મુકાયો.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં સરા ગામે ખરાબાની જમીન બાબતે અનુસુચિત જાતી અને ભરવાડ સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થાતી મારામારીની ઘટના બનતાં ચકચાર મચી જવાં પામી આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

વધુ વિગત મળતી માહિતી મુજબ સરા ગામે નવાં વાસમાં આંબેડકર નગરમાં આવેલ સરકારી ખરાબાની જમીન મામલે નવા વાસમાં રહેતા અનુસુચિત જાતિના રાજેશભાઈ દેવજીભાઈ મકવાણા અને હીરાબેન રાજેશભાઈ મકવાણા તેમજ લાલજીભાઈ વાઘજીભાઈ મકવાણા સહિતના લોકોએ તેમને વાળેલી ખરાબાની જમીનમાં ગામનાં ભરવાડ સમાજના ખોડાભાઈ મેરાભાઈ ભરવાડ અને સિંધાભાઈ મેરાભાઈ ભરવાડ આ બંન્ને ભાઈઓએ દલિત સમાજે વાળેલી ખરાબાની જમીનમાં જેસીબી મશીન ચલાવી સાફ સફાઈ કરતાં.

અનુસુચિત જાતિના લોકોએ ભરવાડ સમાજના શખ્સોને ના પાડતાં ભરવાડ સમાજના બંન્ને ભાઈઓએ દલિત સમાજનાં લોકો સાથે ઉગ્ર બોલાચાલી કરી અપશબ્દો ભાંડી જાતિ અપમાનિત કરી દલીત સમાજનાં લોકો સાથે લોખંડના પાઈપ વડે તુટી પડી જીવલેણ હૂમલો કરતાં હીરાબેન મકવાણા, રાજેશભાઈ મકવાણા અને લાલજીભાઈ મકવાણા ઉપર લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.

ત્યારે હુમલામાં ઈજાગ્રસ્ત એક મહિલા સહિત 2 પુરુષોને સુરેન્દ્રનગર સીયુશાહ મેડીકલ કોલેજ ટીબી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતાં તેમજ આ મારામારીની ઘટનાની મુળી પોલીસ મથકે સરા ગામે રહેતા સેન્ટીગનુ કામ કરતાં દીપકભાઈ લાલજીભાઈ મકવાણાએ પિતા અને કાકા કાકી ઉપર જીવલેણ હુમલો કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી ત્યારે મુળી પોલીસ મથકનાં પીએસઆઈ ધર્મેન્દ્રસિંહ. ડી. ચુડાસમાના નેજા હેઠળ ગણતરી કલાકોમાં પોલીસની ટીમે ભરવાડ સમાજના બે હુમલાખોરોને ઝડપી જેલ હવાલે કર્યા હતા.