બનાસકાંઠા: પુરવઠા વિભાગની અનાજ માફિયાઓ પર તવાઈ | 1 Action Against Illegal Black Market

Spread the love

બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ છેલ્લા 15 દિવસથી અનાજ માફિયાઓ પર તવાઈ વરસાવી રહ્યું છે.

પુરવઠા વિભાગ

ડીસામાં પુરવઠા વિભાગ દ્વારા અલગ અલગ ચાર જગ્યાએ દરોડા પાડી સસ્તા અનાજની દુકાનનો ગેરકાયદેસર સંગ્રહ કરેલ જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે દુકાન માલિકો હાજર ન થતા તેમના ગોડાઉન સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ડીસામાં આજે જિલ્લા પુરવઠા વિભાગ, ડીસા શહેર અને ગ્રામ્ય મામલતદારની સંયુક્ત ટીમોએ અલગ અલગ ચાર જગ્યાએ દરોડા પાડ્યા હતા. રિશાલા મંદિરની પાછળના ભાગે અલગ અલગ ચાર જગ્યાએ પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડી સસ્તા અનાજની દુકાનનો અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો.

પુરવઠા વિભાગ

આ દુકાનદારો સસ્તા અનાજની દુકાનના ગ્રાહકો પાસેથી રાશનના ઘઉં ચોખાની સસ્તા ભાવે ખરીદી કરી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરતા હતા અને ત્યારબાદ ખુલ્લા બજારમાં મોંઘા ભાવે રાશનનું અનાજ વેચતા પુરવઠા વિભાગે દરોડા પાડયા હતા અને બે જગ્યાએ દુકાનમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરે ઘઉં ચોખા નો જથ્થો જપ્ત કર્યો હતો.

પુરવઠા વિભાગ

જ્યારે અન્ય બે જગ્યાએ ગોડાઉનમાં અનાજનો જથ્થો સંગ્રહ કર્યો હતો પરંતુ દુકાનના માલિકને બોલાવવા છતાં પણ તેઓ હાજર ન થતાં આખરે પુરવઠા વિભાગની ટીમે આ ગોડાઉન સીલ કરી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પુરવઠા વિભાગ

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા વિભાગ છેલ્લા 15 દિવસથી અનાજ માફિયાઓ ઉપર તવાઈ વરસાવી રહ્યું છે અને પાલનપુર વડગામ, દાતા અને ડીસા સહિત અત્યાર સુધી અલગ અલગ આઠ જગ્યાએ દરોડા પાડી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ અનાજનો જથ્થો જપ્ત કર્યો છે ત્યારે પુરવઠા વિભાગની સખતાઈથી અનાજ માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે

link 1

link 2


Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Botad News :8 કાર સાથે 1 આરોપીની ધરપકડ, Breaking News 1

Spread the love

Spread the loveBotad News :બોટાદના નાગલપરથી પોલીસે 8 કાર સાથે 1 આરોપીની ધરપકડ કરી છે Botad News :બોટાદમાં કાર ચોરીનો મોટો પર્દાફાશ થયો છે. બોટાદ LCBએ આંતરરાજ્ય કાર ચોરીનો પર્દાફાશ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *