ગાંધીના ગુજરાતમાં ચારે તરફ નકલી અધિકારી, નકલી ટોલનાકુ, નકલી જીરૂ, નક્લી પી.એ. નકલી Dysp

ગાંધીના ગુજરાતમાં જન આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો દ્વારા નકલી ઘી બનાવવાની ફેકટરી અમરેલી જિલ્લાના લીલીયાનાં પીપળવામાંથી પોલીસે ગતરાત્રે જડપી પાડી હતી અને 4 આરોપીને પણ પકડી પાડયા હતા.

અમૃત મિનરલ વોટર નામે ચાલતા કારખાનાની આડશ માં નકલી ઘી બનાવતા 4 નરાધમો પોલીસે ઝડપી પાડયા છે 1 આરોપી ફરાર છે.

સમગ્ર મામલો જોઈએ ન્યુઝ ફોર ઇન્ડીયાનાં ખાસ રિપોર્ટમાં
આ છે અમરેલી જિલ્લાના લીલીયા ગામે અમૃત મિનરલ વોટર બનાવતી ફેકટરી….. ગત મોડી રાત્રે પૂર્વ બાતમીને આધારે લીલીયા પોલીસ અમૃત મિનરલ વોટર માં ત્રાટકી ત્યારે વનસ્પતિ તેલ માંથી નકલી ઘી બનાવવું કારખાનું ધમધમતું હોવાનો પર્દાફાશ થયો હતો.

નકલી ઘી બનાવવાના ઓજારો, નક્લી ઘી ભરવાના ડબલા, બેરલ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો માં વલોણા 2100 કિલો નકલી ઘી 135 ડબ્બા વનસ્પતિ તેલ માંથી ઔષધી દેશી ઘી બનાવતા 4 શખ્સો પણ પોલીસે પકડી પાડયા હતા.

લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા આ નરાધમો છે ભરત વાસુ વિંજવા, સાહિલ ઝાખરા, નૌશાદ વિંજવા અને રામ વિંજવા…… હજુ 1 આકાશ વિંજવા નામનો આરોપી ફરાર થઈ ગયેલો છે જેને પકડી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે.


ત્યારે નકલી ઘી બનાવવાના કારખાનાનો પર્દાફાશ લીલીયા પોલીસે કરીને 22 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હોવાની વિગતો અમરેલી Dysp જગદીશ ભંડેરીએ આપી હતી
ગુજરાત રાજ્યમાં નકલી ની ભરમાર વચ્ચે નકલી ઘી બનાવવાની ફેકટરી લીલીયા પોલીસે જડપી ને નકલી ઘી ક્યાં ક્યા સપ્લાઇ કરવામાં આવ્યું કેટલા ટાઈમથી આ નકલી ઘી નું કારખાનું બનાવ્યું સમગ્ર મુદ્દે આરોપી પાસેથી પોલીસ વિગતો મેળવી રહી છે.