સોનગઢ પોલીસ દ્વારા કતલખાને મોકલતા 45 પશુઓનો જીવ બચાવી પાંચ આરોપીઓની ધરપકડ
પોલીસ દ્વારા ૫ આરોપીયો સાથે ૪૧,૬૦,૮૦૦ નો મુદ્દા માલ જપ્ત કરી કરજણનાં ૪ ને વોન્ટેડ જહેર કરાયા.

ગુજરાતમાંથી મોટાભાઈ પશુઓને મહારાષ્ટ્રના કતલખાને મોકલવામાં આવી રહ્યા છે જેમાં સોનગઢ પોલીસે સક્રિયતા પૂર્વક આજરોજ માલેગાંવ કતલખાને મોકલતા 45 પશુઓનો જીવ બચાવી પાંચ આરોપીઓની ધરપકડ કરી ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ગુજરાતમાંથી મોટાપાયે પશુધનને મહારાષ્ટ્રના કતલખાને મોકલવાનું એક રેકેટ ચાલી રહ્યું છે, પહેલા રેકેટ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારા થઈને ચાલતું હતું.ત્યારબાદ હવે માંડવી રોડ અને વ્યારા થઈને સોનગઢ ચેકપોસ્ટ પરથી ગુજરાતના પશુઓ મહારાષ્ટ્રના કતલખાને મોકલવાનું ગેરકાયદેસર રેકેટ મોટા પાયે ચાલી રહ્યું છે.

જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલભાઈ પટેલજેમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલભાઈ પટેલ ની સૂચના અને સોનગઢ પીઆઇ સિરસાટ સાહેબના માર્ગદર્શનમાં, સોનગઢ પોલીસ એ આજે ત્રણ ટ્રકમાં ભરીને કેટલખાને લઈ જવાતિ 45 ભેસોને બચાવી, પાંચ આરોપીઓની ધરપકાર કરી હતી જ્યારે કરજણના ત્રણ અને માલેગાવના એક વ્યક્તિ ને વોન્ટેડ જાહેર કર્યો હતો.સાથે જ આશરે 42 લાખ રૂપિયાના મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો હતો.જેમાં સોનગઢ પોલીસના અનિલભાઈ, ગોપાલ ભાઈ અને રાજીશ ભાઈની ટીમ એ આ કામગીરીને અંજામ આપ્યો હતો.
