ગુજરાતમાં હવે ટ્રાફિક નિયમો તોડ્યાં તો તમારી ખેર નહીં, મહાનગરોમાં લાગશે 10 હજારથી વધુ CCTV કેમેરા

Vishwas Project Phase-II News: ટ્રાફિક નિયમો ભંગ કરતા અને કાયદો તોડતા લોકો પર પોલીસ વધુ સકંજો કસશે
Vishwas Project Phase-II : રાજ્યમાં ટ્રાફિકના નિયમો ભંગ કરતા અને કાયદો તોડતા લોકો પર પોલીસ હવે વધુ સક્રિય બની છે. જે અંતર્ગત અગાઉ શરૂ કરવામાં આવેલ વિશ્વાસ પ્રોજેકટના ફેઝ-2 અંતર્ગત વધુ CCTV કેમેરા લગાવાશે. જેમાં ખાસ કરીને સુરત, વડોદરા સહીત 54 શહેરોમાં CCTV કેમેરા લગાવવામાં આવશે.

ગુજરાતમાં ટ્રાફિકના નિયમો ભંગ કરતાં પહેલા ચેતી જજો. વાત જાણે એમ છે કે, વિશ્વાસ પ્રોજેકટના ફેઝ-2 અંતર્ગત વધુ CCTV કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવશે. આ સાથે આંતરરાજ્ય એન્ટ્રી એક્ઝિટના વધુ 80 પોઈન્ટને સમાવાશે. તો રાજ્યમાં પ્રોજેક્ટ હેઠળ કુલ 10 હજાર 500થી વધુ CCTV કેમેરા લગાવાશે. આ સાથે ટ્રાફિકથી ધમધમતા 2 હજારથી વધુ જંક્શનનો પણ સમાવેશ થશે.

- વિશ્વાસ પ્રોજેકટ ફેઝ-2 અંતર્ગત લગાવાશે વધુ CCTV કેમેરા
- વિશ્વાસ પ્રોજેકટ ફેઝ-2 અંતર્ગત લગાવાશે વધુ CCTV કેમેરા
- સુરત, વડોદરા સહીત 54 શહેરોમાં લાગશે CCTV કેમેરા
- આંતરરાજ્ય એન્ટ્રી એક્ઝિટના વધુ 80 પોઈન્ટને સમાવાશે
- રાજ્યમાં પ્રોજેક્ટ હેઠળ કુલ 10 હજાર 500થી વધુ CCTV કેમેરા લગાવાશે
- ટ્રાફિકથી ધમધમતા 2 હજારથી વધુ જંક્શનનો પણ થશે સમાવેશ
- ટ્રાફિકના નિયમો ભંગ કરતા અને કાયદો તોડતા લોકો પર પોલીસ વધુ સકંજો કસશે
