ખેડા જીલ્લાના માતર તાલુકાના શેખુપુરમાં પ્રાથમિક શાળાના વર્ગમાં છતનો પોપડો પડતાં અભ્યાસ કરી રહેલા ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટનાની જાણ થતાં ગ્રામજનો શાળામાં દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલ બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાથમિક શાળાના બાળકો ઈજાગ્રસ્ત થતા ગ્રામજનોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
Kheda Primary School Accident :
શાળામાં છત પરથી પોપડા પડવાની અને તેને કારણે બાળકોને ઈજાઓ પહોંચવાની ઘટનાઓ બનતી હોય છે.તેમ છતાં આવી ઘટનાઓમાંથી તંત્ર દ્વારા કોઈ શીખ લેવામાં આવતી નથી.આંખ આડા કાન કરાતા તેનો ભોગ શાળામાં ભણવા આવતા બાળકો બનતા હોય છે.ત્યારે આવી જ વધુ એક ઘટના ખેડા જીલ્લામાં બનવા પામી છે.

માતર તાલુકાના શેખુપુર ખાતે પ્રાથમિક શાળામાં વર્ગખંડમાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા.તે દરમ્યાન અચાનક છતના સ્લેબના પોપડા તૂટી પડ્યા હતા.જેને લઈ નીચે બેઠેલા વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી.આ બાબતે ગામમાં જાણ થતા ગ્રામજનો શાળાએ દોડી આવ્યા હતા.ગ્રામજનો દ્વારા બાળકોને સારવાર માટે લિંબાસી ખાતે હોસ્પિટલ ખસેડાયા હતા
ધટનાને પગલે ગ્રામજનોએ તંત્ર વિરૂદ્ધ રોષ વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે નવા વર્ગખંડો બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ નવા વર્ગ માટે મંજૂરી આપવામાં આવી નથી.શિક્ષકો દ્વારા પણ આ બાબતે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી.એટલે સરકારની બેદરકારી છે તેમ ગ્રામજનોએ જણાવ્યુ હતું.

ઇજાગ્રસ્ત બાળકોને નાની મોટી ઇજાઓ પહોંચવાની ખબર મીડિયા દ્વારા પ્રસારિત કરતા જિલ્લા શિક્ષણ અધિકારીની ઉઘ ઉડી હતી, અને રાત્રે તે શાળાની મુલાકાતે પહોંચ્યા તેમની સાથે ભાજપના માતર મતવિસ્તારના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ પહોંચ્યા હતા. આ બાબતે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.એ.પટેલે જણાવ્યુ હતું કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડાયા હતા.તેમને શાળામાં રજા આપવામાં આવી છે.જે વર્ગખંડમાં પોપડા પડ્યા છે હાલ તે વર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.તેમજ તેના રિપેરિંગ માટેની સૂચના આપવામાં આવી છે