ભાજપનો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં દબદબો વધતા લોકસભાની ચૂંટણીમાં પણ થશે ફાયદો.2014થી 2023 સુધીમાં ભાજપના ગ્રાફમાં મોટો ઉછાળો, 2014માં તો માત્ર 5 રાજ્યોમાં જ ભાજપના CM હતા.તાજેતરના ચૂંટણી પરીણામો બાદ દેશના રાજકીય નક્શો વધુ ભગવામય થઈ ગયો છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ભાજપનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. આજના પરિણામોના વલણ બાદ જો દેશભરમાં કોંગ્રેસનું ચિત્ર બદલાઈ ગયું છે.
દેશના 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોના વલણમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. ભાજપ રાજસ્થાન (Rajasthan), મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને છત્તીસગઢ (Chhattisgarh)માં પણ ધમાકેદાર વિજય મેળવી સરકાર બનાવવા જઈ રહી છે. હાલ અંતિમ પરિણામો જાહેર કરાયા નથી, જોકે ભગવા પાર્ટી ત્રણે રાજ્યોમાં સંપૂર્ણ બહુમતી સાથે આગળ નીકળી ગઈ છે. ભાજપે કોંગ્રેસ પાસેથી 2 રાજ્યો આંચકી લીધા છે, જેમાં રાજસ્થાન અને છત્તીસગઢનો સમાવેશ થાય છે, તો કોંગ્રેસે BRS શાસિત રાજ્ય તેલંગાણા (Telangana)માં અડિન્ગો જમાવ્યો છે, જેમાં દર વખતે ધમાકેદાર પ્રદર્શન કરતી KCRની પાર્ટી BRSની અધોગતિ જોવા મળી રહી છે. તાજેતરના ચૂંટણી પરીણામો બાદ દેશના રાજકીય નક્શો વધુ ભગવામય થઈ ગયો છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ભાજપનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. હિન્દી પટ્ટી ધરાવતા ત્રણ રાજ્યો ઘણા મહત્વના છે, કારણ કે આ રાજ્યોમાં લોકસભાની 65 બેઠકોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસની હાલત AAP જેવી
આજના પરિણામોના વલણ બાદ જો દેશભરમાં કોંગ્રેસનું ચિત્ર બદલાઈ ગયું છે. ગઠબંધન સિવાયની કોંગ્રેસ સરકારની વાત કરીએ તો કોંગ્રસની હાલત આમ આદમી પાર્ટી જેવી થઈ ગઈ છે. હાલ માત્ર 2 રાજ્યો હિમાચલ અને કર્ણાટકમાં જ કોંગ્રેસની પોતાની સરકાર છે, જ્યારે 3 રાજ્યોમાં કોંગ્રેસની ગઠબંધન સરકાર છે, તો આમ આદમી પાર્ટી વાત કરીએ તો AAPની પણ 2 રાજ્યોમાં પોતાની સરકાર છે, જેમાં દિલ્હી અને પંજાબનો સમાવેશ થાય છે.
દેશના 5 રાજ્યોમાં સંપૂર્ણ ભાજપ, 9 રાજ્યોમાં ગઠબંધન, 3 રાજ્યોમાં ભગવો લહેરાવાની તૈયારી
1. અરુણાચલ – ભાજપ-NPP
2. આસામ – ભાજપ, AGP, UPPL, BPF
3. મહારાષ્ટ્ર – ભાજપ, શિવસેના (શિંદે જૂથ)
4. મધ્યપ્રદેશ – ભાજપ (વલણોમાં ભાજપ આગળ)
5. છત્તીસગઢ – કોંગ્રેસ (વલણોમાં ભાજપ આગળ)
6. રાજસ્થાન – કોંગ્રેસ (વલણોમાં ભાજપ આગળ)
7. નાગાલેન્ડ – NDPP, NPF, ભાજપ
8. હરિયાણા – ભાજપ, JJP, HLP
9. પુડ્ડુચેરી – AINRC, ભાજપ
10. સિક્કિમ – SKM, ભાજપ
11. ત્રિપુરા – ભાજપ, IPFT
12. ગોવા – ભાજપ, MGP
13. ગુજરાત – ભાજપ
14. મણિપુર – ભાજપ
15. મેઘાલય – ભાજપ
16. ઉત્તરપ્રદેશ – ભાજપ
17. ઉત્તરાખંડ – ભાજપ
પરિણામોના વલણો બાદ કેટલા રાજ્યોમાં કોંગ્રેસની સરકાર?
1. હિમાચલ પ્રદેશ – કોંગ્રેસ
2. ઝારખંડ – JMM, કોંગ્રેસ
3. બિહાર – JDU, RJD, કોંગ્રેસ
4. તામિલનાડુ – DMK, કોંગ્રેસ
5. કર્ણાટક – કોંગ્રેસ
2 રાજ્યમાં AAPની સરકાર
દિલ્હી – આમ આદમી પાર્ટી
પંજાબ – આમ આદમી પાર્ટી
આંધ્રપ્રદેશ – YSR કોંગ્રેસ પાર્ટી
કેરળ – CPIM
મિઝોરમમાં – MNF
ઓડિશા – બીજુ જનતા દળ
તેલંગાણા – BRS (વલણોમાં કોંગ્રેસ આગળ)
પશ્ચિમ બંગાળ – TMC
કેન્દ્રશાસિત પ્રદેશો : (1) આંદામાન-નિકોબાર ટાપુઓ, (2) ચંડીગઢ, (3) દાદરા અને નગરહવેલી, (4) દિલ્હી, (5) દમણ અને દીવ, (6) લક્ષદ્વીપ અને (7) પોંડિચેરીનો સમાવેશ થાય છે. દિલ્હી અને પોંડિચેરી કેન્દ્રશાસિત પ્રદેશ હોવા છતાં રાજ્ય તરીકેનો વિશેષ દરજ્જો ધરાવતા વિસ્તારો છે.