ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દુવિધા વધતા દર્દીઓ હેરાન પરેશાન

Spread the love

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દુવિધા વધતા દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. ભાવનગર સહીત અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ સહીતના જિલ્લામાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ હોસ્પિટલ લાઈફ લાઈન સમાન છે. પરંતુ આ હોસ્પિટલમાં દુવિધાના કારણે દર્દીઓ પરેશાન જોવા મળી રહ્યા છે.

  • દર્દીઓ માટે બેસવાના બાંકડા નથી સાથે હોસ્પિટલમાં તૂટેલા સ્ટેચર થી લઈ વિલ ચેર સહિતની સામગ્રીની હાલત બિસ્માર બની છે. હોસ્પિટલમાં ગંદકી અને કચરા થી હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાજા થવાના બદલે વધુ બીમાર થતા હોવાનું સામે આવ્યું છે. ઇમરજન્સી સેવાઓ એમ્બ્યુલન્સની પણ હાલત કફોડી છે. જયારે નવું બિલ્ડીંગ બિસ્માર જાહેર કરાતા નાનું એવું બિલ્ડીંગ ટ્રોમાં સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એક સાથે બે થી ત્રણને જ સારવાર મળી શકે જો કોઈ મોટી ઘટના બને તો દર્દીઓ મુશ્કેલીમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ હોય ઝડપથી સુવિધામાં વધારો કરવા લોકમાંગ ઉઠી છે.
  • https://www.youtube.com/watch?v=PTxkVjS1NI0
  • ભાવનગર જિલ્લાની મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપેલી અમૂલ્ય કેટલે સર તખતસિંહજી હોસ્પિટલ
  • આ હોસ્પિટલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર જિલ્લાના દર્દીઓ માટે શરીરની સુખાકારી મળી રહે તે માટે મહારાજા સાહેબ દ્વારા અર્પણ કરવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલના સાત્તાધીશોએ હોસ્પિટલને રામભરોસે મૂકી દીધી હોય તેવી હાલત જોવા મળી હતી. ભાવનગર સહીત ત્રણ જિલ્લાના આસપાસના લોકો આરોગ્યને લઈને હેરાન ના થાય તે માટે હોસ્પિટલનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. પરંતુ હાલની જો ભાવનગર સર ટી હોસ્પિટલની સ્થિતિની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની હોસ્પિટલ દયનીય હાલત જોવા મળી રહી છે. હોસ્પિટલના દરેક પરિસરમાં ગંદકી કચરો તેમજ દર્દીઓની માટેના ટ્રેચર અને વિલ ચેર તૂટેલી અને કફોડી હાલત બની છે. અહીં ચાર જિલ્લાના દર્દીઓ પોતાની શરીર સારવાર માટે આવતા હોય છે. પરંતુ આ હોસ્પિટલ માં આવતાની સાથે જ દર્દીઓને ૧૫ થી ૧૭ દિવસ સુધીને હેરાન થવાનો વારો આવે છે. પરંતુ સરકારી નિર્ભર તંત્રની આંખ નથી ઉગડતી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે સત્વરે સુવિધામાં વધારો કરવામાં આવે તેવી માંગ દર્દીઓ કરી રહ્યા છે.
  • ભાવનગરની સરકારી સર ટી હોસ્પિટલ કે જ્યાં હજારોની સંખ્યામાં આવતા દર્દીઓ હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે. હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા તેમજ દર્દીઓ માટેના સ્ટેચરને કફોડી હાલત જોવા મળી રહી છે. બીજી તરફની વાત કરીએ તો વર્ષ ૨૦૦૨ માં બનેલા હોસ્પિટલનું બિલ્ડીંગ પણ જર્જરી થઈ જતા આ બિલ્ડીંગને બિનઉપયોગી જર્જરીત જાહેર કરી દેવામાં આવ્યું છે. તેની સામે કેન્સર હોસ્પિટલનું બિલ્ડીંગ નવું બનાવવામાં આવ્યું છે. પરંતુ ત્યાં માત્ર કેન્સરના દર્દીઓને જ સારવાર આપવાની સુવિધા છે. તો સાથે સરકાર દ્વારા ભાવનગરની સર ટી હોસ્પિટલમાં જ વધુ એક નવું મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ કરાવવામાં આવ્યું છે. પરંતુ આ મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ હોવા થી કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલ અને તેમાં રહેલી મશીનરીઓ પણ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહી છે.
  • જોકે હોસ્પિટલની કફોડી હાલત અંગે તબીબી અધિક્ષકનો સંપર્ક સાધવામાં આવતા ખુદ અધિક્ષકતો હોસ્પિટલમાં જોવા ન હોતા અને પોતે હું રજા હોવાનું અને હોસ્પિટલની પરિસ્થિતિ અંગે કઈ જ ખબર નથી હાલ આરએમઓનો સંપર્ક કરી અને વાત કરી લેવા ટેલિફોનિક વાતચીતમાં જણાવાયું હતું. જોકે આરએમઓનો પણ ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા બાબતે હું કશું જ નહીં કહું અમારી પાસે સમય નથી એમ જણાવી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હજારોની સંખ્યામાં આવતા દર્દીઓ અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી અને પોતાનો પગાર લઈ મજા માણી રહ્યા છે. ત્યારે કેન્દ્રમાં ભાવનગરના જ નેતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે હોય અને તેજ જિલ્લાના દર્દીઓની હાલત કફોડી બની છે. સાથે ન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય મુદ્દે મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી રહી હોય તેવામાં ભાવનગરની હોસ્પિટલની હાલતથી તમામ દાવા પર લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. અને માંગ કરી રહ્યા છે કે હવે ભાવનગરની સર ટી હોસ્પિટલની સારવાર ક્યારે કરવામાં આવશે.
    ભાવનગર એ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના ભાવનગર જિલ્લામાં આવેલું એક શહેર છે. તેની સ્થાપના 1723માં ભાવસિંહજી તખ્તસિંહજી ગોહિલ (1703–1764) દ્વારા કરવામાં આવી હતી. તે ભાવનગર રાજ્યની રાજધાની હતી, જે 1948માં ભારતીય સંઘમાં ભળ્યું તે પહેલાં એક રજવાડું હતું. તે હવે ભાવનગર જિલ્લાનું વહીવટી મુખ્ય મથક છે.

Spread the love
  • Related Posts

    Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

    Spread the love

    Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


    Spread the love

    Arvind Kejriwal Case :દિલ્હી હાઈકોર્ટમાંથી ન મળી રાહત, આગામી સુનાવણી 3 એપ્રિલે, Breaking News 1

    Spread the love

    Spread the loveArvind Kejriwal Case :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી Arvind Kejriwal Case :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે…


    Spread the love

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *