75મો પ્રજાસત્તાક દિવસ, ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ધ્વજવંદન કાર્યક્રમ શરૂ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પાઠવી શુભેચ્છા
75મો પ્રજાસત્તાક દિવસ, આ વખતના ગણતંત્ર દિવસની ઉજવણી મહિલા કેન્દ્રિત છે અને થીમ છે ભારતની લોકશાહી અને વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ
75th republic day News | આજે દેશભરમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જવાનોનો ઉત્સાહ પણ જોવા જેવો છે… દેશની રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પરેડમાં ઘણી નવી વસ્તુઓ જોવા મળશે. આ વખતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મહિલા કેન્દ્રિત છે અને થીમ છે ભારતની લોકશાહી અને વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ.
75મો પ્રજાસત્તાક દિવસ, પ્રજાસત્તાક દિવસની લાઈવ પરેડ નિહાળો….
અહીં પણ પ્રજાસત્તાક દિવસની પરેડનું જીવંત પ્રસારણ નિહાળી શકાશે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ભારતીયોને 75માંં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી
ઉત્તરાખંડમાં પણ મુખ્યમંત્રી ધામીએ કર્યું ધ્વજવંદન
દેશભરમાં ઉત્સાહનો માહોલ
ગુજરાતમાં રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ શરૂ, જુઓ જીવંત પ્રસારણ
રાજસ્થાનના મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
તેલંગાણામાં પણ રાજ્યપાલે ધ્વજ ફરકાવ્યો
તમિલનાડુમાં ધ્વજવંદન કરાયું
ITBP એ અનોખા અંદાજમાં દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
પીએમ મોદીએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી
વહેલી સવારથી જ પ્રજાસત્તાક દિવસ નિહાળવા માટે લોકોનું આગમન શરૂ
ગૂગલે એક ખાસ ડૂડલ બનાવ્યું
ગૂગલે ભારતના 75માં પ્રજાસત્તાક દિવસના અવસર પર એક ખાસ ડૂડલ તૈયાર કર્યું છે. આ ડૂડલમાં, બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન સેટથી લઇને કલર ટીવી અને મોબાઇલ ફોન સુધીની ત્રણ અલગ-અલગ સ્ક્રીન પર પરેડ બતાવવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસની પરેડને ડૂડલમાં દર્શાવવામાં આવી છે.
પ્રજાસત્તાક દિવસ પરેડની સુરક્ષા માટે 14000 સુરક્ષાકર્મીઓ દ્વારા અભેદ્ય કિલ્લેબંધી કરાઈ છે.
વિકસિત ભારત અને ભારત-લોકતંત્રની જનની વિષય પર આધારિત આ વર્ષની પરેડમાં લગભગ 13000 જેટલાં વિશેષ મહેમાન ભાગ લેવાના છે.
આ વખતની થીમ મહિલા કેન્દ્રિત
“વિકસિત ભારત અને ભારત-લોકશાહીની જનની” થીમ સાથે આજે કર્તવ્ય પથ પર 75માં પ્રજાસત્તાક દિવસની પરેડ મહિલા કેન્દ્રિત હશે.
પહેલીવાર થશે આવું
આ વખતે પહેલીવાર એવું થશે કે જ્યારે પરેડની શરૂઆત ભારતીય સંગીત વાજિંત્રો સાથે 100 મહિલા કલાકારો દ્વારા કરાશે. આ સાથે પ્રથમ વખત મહિલા ત્રિસેવા ટુકડી પણ પરેડમાં માર્ચ કરતી જોવા મળશે અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની ટુકડીમાં મહિલા કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવશે.
ફ્રાન્સની ટુકડી પણ ભાગ લેશે
સંરક્ષણ સચિવે કહ્યું છે કે આ વર્ષની ગણતંત્ર દિવસની પરેડમાં મહિલાઓનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ જોવા મળશે. ફ્રાન્સની 95 સભ્યોની માર્ચિંગ ટીમ અને 33 સભ્યોની બેન્ડ ટીમ પણ પરેડમાં ભાગ લેશે.
કયા કયા રાજ્યોના ટેબ્લો જોવા મળશે
પરેડ દરમિયાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયો તથા સરકારી વિભાગોના કુલ 16 ટેબ્લો જોવા મળશે. તેમાં અરુણાચલ પ્રદેશ, હરિયાણા, મણિપુર, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, લદ્દાખ, તમિલનાડુ, ગુજરાત, મેઘાલય, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.