22 જાન્યુ.એ ઉ.પ્ર. ઉપરાંત ઉત્તરાખંડ, આસામ અને છત્તીસગઢમાં દારૂ અને માંસની દુકાનો બંધ રખાશે
- ભારતનાં અન્ય રાજ્યો ઉ.પ્ર., ઉત્તરાખંડ, છત્તીસગઢને અસરો ?
- પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આબકારી દ્વારા અધિનિયમ 1915ની કલમ 24 પેટા કલમ (1) નીચે છત્તીસગઢમાં ”ડ્રાય-ડે” જાહેર કરવામાં આવ્યો છે

નવીદિલ્હી : ૨૨ જાન્યુ.એ અયોધ્યામાં રામ-મંદિરમાં રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે. તે ધ્યાનમાં રાખી વિવિધ રાજ્યોએ તે દિવસે દારૂ અને માંસનાં વેચાણ પર પ્રતિબંધ મુકવા નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશના આબકારી વિભાગે દારૂનાં વેચાણ ઉપર તેમજ માંસનાં વેચાણ પર તે દિવસે પ્રતિબંધ મુક્યો છે.
આ ઉપરાંત આસામના મુખ્ય મંત્રી હિંમત બિસ્વા સરમાએ ૨૨ જાન્યુઆરી રાજ્યમાં ”ડ્રાય-ડે” જાહેર કરી દીધો છે. તેઓએ ધઠધ પોસ્ટ ઉપર આ અંગે જણાવી દીધું છે. તે ઉપરાંત રાજ્યમાં તે દિવસે માંસનાં વેચાણ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવશે, તેમ મનાય છે.
ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ ૨૨ જાન્યુ. ”ડ્રાય-ડે” (દારૂ વિનાનો દિવસ) જાહેર કરવા નિર્ણય કર્યો છે. તેનો અમલ સુનિશ્ચિત કરવા આદેશ આપી દીધા છે. તે દિવસે મંદિરોમાં તથા ગુરૂ દ્વારાઓમાં પ્રસાદ વહેંચવા માટે વિનંતી કરી છે. અહીં દારૂનાં તેમજ માંસનાં વેચાણ ઉપર ૨૨મીએ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
છત્તીસગઢ સરકારે પણ ૨૨ જાન્યુઆરીએ ”ડ્રાય-ડે” રાખવા નિર્ણય કર્યો છે. તે દિવસે દારૂ ઉપરાંત માંસની દુકાનો બંધ રાખવા આદેશ આપી દીધો છે. છત્તીસગઢ સરકારે આબકારી ધારા (કાનૂન) અધિનિયમ ૧૯૧૫ની કલમ ૨૪, પેટા કલમ (૧) નીચે આ આદેશ આપ્યો છે.
આ અંગે નિરીક્ષકો જણાવે છે કે, આ ચારે રાજ્યોનો નિર્ણય તો આવકાર્ય જ છે. ભગવાન શ્રીરામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દારૂ અને માંસ તો વર્જિત જ હોવા જોઈએ. દેશનાં અન્ય રાજ્યોએ પણ આ ચારે રાજ્યોના નિર્ણયોને અનુસરવાં જોઈએ.