30_AHD_Videshi_Daru_RanjitSindhav
ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ્લે નંગ : ૧૨,૩૪૦ કિં.રૂ.૨૪,૦૬,૮૦૦ ના મત્તાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી ઓઢવ પોલીસ
અમદાવાદ ઓઢવ પોલીસનાં પોલીસ ઈન્સ્પેકટર જે એસ.કંડોરીયા તેમજ સર્વેલન્સ સ્કોર્ડના સ્ટાફના માણસોને ઓઢવ એસ.પી.રિંગરોડ પરથી અવાર નવાર બંધ બોડીની મોટી ગાડીઓ તથા કન્ટેનર પરપ્રાંતીય રાજયોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ પસાર થતી હોય જેથી પ્રોહીબીશનના ગુના બનતા અટકાવવા તથા ગુનાના કામના આરોપીઓને શોધી કાઢવા સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઈન્સ. તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે વખતે 8વાગે સ્ટાફના માણસોને ખાનગી ચોકકસ બાતમી હકીકત મળેલ કે “એક ટાટા કંપનીની દસ વ્હિલની ટ્રક જેનો આર.ટી.ઓ નં- MH.04. GF.0705 ની ગુજરાત રાજયમાં પ્રતિબંધીત ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી નાના ચિલોડા થી દાસ્તાન સર્કલ થઈ નિકોલ કઠવાડા ચાર રસ્તા થઈ ઓઢવ રીંગરોડ બ્રિજ પરથી પસાર થઈ પાંજરાપોળ ચાર રસ્તા થઈ અસલાલી તરફ જનાર છે જે ટ્રકમા ઉપરના ભાગે સંતરા અને સુફ ઘાસ ભરેલ છે અને નિચેના ભાગે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરેલ છે’ જે બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઈન્સ. તથા સ્ટાફના માણસો સાથે ઓઢવ એસ.પી.રિંગરોડ બ્રિજના છેડે રોયલ હોટલની સામે જાહેર રોડ ઉપર ટ્રકની વોચમાં ખાનગી રીતે છુટા છવાયા હાજર રહ્યા બાદ બાતમી હકીકતના નંબરવાળી ટ્રક નિકોલ કઠવાડા ચાર રસ્તા તરફથી ઓઢવ એસ.પી. રિંગરોડ બ્રિજ પરથી પસાર થઈ પાંજરાપોળ ચાર રસ્તા તરફ આવતી જણાયેલ જે ટ્રક ઓઢવ રિંગરોડ બ્રિજના છેડે નજીક આવતા ટ્રકનો નંબર ઉપરોક્ત બાતમી હકીકતવાળો હતો જેથી ટ્રકને રોકી લેવામાં આવી તેમજ જરૂરી બેરીકેટીંગ કરી કોર્ડન કરી ટ્રકને ઉભી રખાવી સાઇડમાં કરાવેલ બાદ ટ્રકના ડ્રાઈવરને સાથે રાખી ટ્રકને ચેક કરતા ટ્રકના ઉપરના ભાગે ગ્રીન કલરની તાળપતરી બાંધેલ હતી જે તાળપતરી ટ્રક ડ્રાઈવરની હાજરીમા ખોલી જોતા ટ્રકના ઉપરના ભાગે સંતરા તથા સુખું ધાસ ભરેલ હતું અને નિચેના ભાગે સુકા ઘાસમા અલગ અલગ પ્લાસ્ટીકની મિણીયાની થેલીમા ખાખી કલરના પુઠાના બોકસ હતા જે બોકસ ખોલી જોતા મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ હતો બાદમાં ટ્રક તેમજ ડ્રાઇવરને રોકી આગળ ની કાયૅવાહી કરવામાં આવી.