1 રૂપિયાના કારણે નોકરી છોડી, આજે 1000 લોકોને આપે છે રોજગારી, પટેલ શેઠની પ્રેરણાદાયક કહાની
એક એવા ગુજરાતીની કહાની કે જેણે 1 રૂપિયા માટે પોતાની નોકરી છોડી દીધી અને એ બાદ પોતાનો બિઝનેસ શરૂ કર્યો. આજે આ કંપની 1000 લોકોને રોજગારી પૂરી પાડે છે. જાણો કોણ છે વલસાડનાં આ બિઝનેસમેન!
શેઠે 1 રૂપિયાની સેલેરી ન વધારી તો આ ગુજરાતીએ વેપાર શરૂ કરી દીધો
આજે 1000થી વધારે લોકોને રોજગારી પૂરી પાડે છે તેમની કંપની
કરોડોનું નેટવર્થ ધરાવતાં આ ગુજરાતીની કહાની રસપ્રદ
Success story of Champaklal maganlal patel owner of mmte india company

વાપી ગુજરાતનાં એક એવા વ્યક્તિ કે જેણે પોતાના શેઠને 1 રૂપિયો સેલેરી વધારવાની માંગ કરી…શેઠે પગાર ન વધાર્યો એટલે યુવાએ નોકરી છોડી દીધી. આ બાદ પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને આજે 10 જેટલા દેશોમાં પોતાની પ્રોડક્ટ ડિલિવર કરે છે અને 1000થી વધારે લોકોને રોજગારી પૂરી પાડે છે. આ વ્યક્તિનું નામ છે ચમ્પકલાલ પટેલ. વાપીમાં GIDCમાં કંપની ચલાવનારા ચમ્પકલાલ પટેલ જ્યારે યુવા હતાં ત્યારે તેમણે પોતાના શેઠને પ્રતિદિવસની સેલેરીમાં 1 રૂપિયાનો વધારો કરવાની માંગ કરી હતી પણ શેઠ માન્યા નહીં.
MMTE ઈન્ડિયા નામક કંપની શરૂ કરી
ચમ્પકલાલ મગનલાલ પટેલે વલસાડ જિલ્લાનાં વાપી GIDCમાં MMTE ઈન્ડિયા નામક એન્જિનિયરિંગની કંપની શરૂ કરી. તેમની કંપની વિશ્વસ્તરીય ઓવરહેડ ઔદ્યોગિક ક્રેન બનાવે છે અને 10થી વધારે દેશોમાં આ ક્રેન પહોંચાડે છે. વર્તમાનમાં તેમની કંપનીમાં 1000થી વધારે યુવાનો કામ કરી રહ્યાં છે. તેમનું વાર્ષિક ટર્નઓવર કરોડોમાં થતું હશે. સફળતાનાં શિખરે પહોંચનારા ચમ્પકલાલ પટેલે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે
પરિવારનાં ભરણ-પોષણની જવાબદારી
વર્ષ 1955માં ચમ્પકભાઈનો જન્મ વલસાડનાં બરાઈ ગામમાં થયો હતો. તેઓ પાંચમા ધોરણમાં ભણી રહ્યાં હતાં જ્યારે તેમના પિતાનું નિધન થયું હતું. પરિવારનાં ભરણ-પોષણની સંપૂર્ણ જવાબદારી ચમ્પકલાલ પર આવી ગઈ. આ સમયે તેમણે નોકરી કરવાનું શરૂ કર્યું. નોકરીમાં તેમને 15 પૈસા દૈનિક મળતાં હતાં જેથી તે મહિનાનાં 400 રૂપિયા કમાતા હતાં. પણ આ આવકમાં પરિવારનું ભરણ-પોષણ મુશ્કેલ હતું. તેથી તેમણે તેમના શેઠને 1 રૂપિયો સેલેરી કરવા માટે વિનંતી કરી. શેઠની નામંજૂરીથી નિરાશ થઈને ચમ્પકલાલે નોકરી છોડી દીધી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો.
આ રીતે શરૂ કર્યો બિઝનેસ
1978માં તેમણે કંપની માટે શેડ બનાવવાથી મળતાં પૈસાથી ફેબ્રિકેશન ઉપકરણો ખરીદ્યા અને બિઝનેસ શરૂ કર્યો. MMTE INDIA નામક કંપનીએ ઔદ્યોગિક ઓવરહેડ ક્રેન બનાવવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે સફળતા મળી. તેમને વાપી અને પુણેની કંપનીને કામ મળવા લાગ્યું. હાલમાં તેઓ વાપી અને અન્ય જિલ્લામાં 4 એન્જિનિયરિંગ કંપનીઓ ચલાવે છે.