હવામાન વિભાગ ની આગાહી વચ્ચે હાલ તો ખેડુતો ચિંતિત બન્યા છે…..સતત વાદળ છાયા વાતાવરણને લઈ ખેડુતોને નુકસાન થઈ રહ્યુ છે…..તો સામે હવે જો વરસાદ વરસે તો ભારે નુકસાન થઈ શકે તેમ છે…
હવામાન વિભાગની આગાહી : સાબરકાંઠા જીલ્લા માં આ વર્ષે ખેડુતોએ ઘઉ, બટાકા, શાકભાજી સહિત અન્ય પાકો નુ વિપુલ પ્રમાણમાં વાવેતર કર્યુ છે. છેલ્લા કેટલાય દિવસ થી સતત વાતાવરણમાં બદલાવ ને લઈને અને વાદળ છાયા વાતાવરણ ને લઈ ખેડુતો ચિંતિત બન્યા છે તો એમાય હવામાન વિભાગ દ્રારા બે દિવસ વરસાદની આગાહી આપી છે અને જેના કારણે ખેડુતો ને ભારે નુકસાન થઈ શકે તેમ છે તો સાથે ઉત્પાદન માં પણ ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળતા ખેડુતો ચિંતિત બન્યા છે…..
વાવેતરની વાત કરીએ તો ઘઉં નુ 84527 હેક્ટર માં વાવેતર થયુ છે તો બટાકા નુ ૨૪ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર છે આ ઉપરાંત જીરૂ, વરિયાળી, રાયડો, શાકભાજી સહિત અન્ય પાકો નુ વાવેતર કરવામાં આવ્યુ છે… સામે હવામાન વિભાગ ની આગાહી છે કે બે દિવસ માં હવળાથી ભારે વરસાદ વરસી શકે તેમ છે જેના કારણે બટાકા ઘઉ સહિત અન્ય પાકો ને નુકસાન થઈ શકે તેમ છે. બટાકાના વાવેતર ના ૫૦ દિવસ થયા તેમ છતા પણ સાઈઝ માં વધારો થયો નથી તો વાદળ છાયા વાતાવરણ ને લઈ રોગચાળો પણ વધ્યો છે… આ ઉપરાંત ધઉ, જીરૂ, વરિયાળી સહિત અન્ય પાકો માં રોગચાળો વકર્યો છે…
એક તો વાવેતર શરૂ કરવામાં આવ્યુ ત્યારે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે પણ નુકસાન થયુ હતુ તો હવે જો ફરી આગાહી પ્રમાણે વરસાદ વરસે તો ચોક્કસ ખેડુતો ને ભારે નુકસાન થશે અને ઉત્પાદન માં પણ ઘટાડો થાય તેમાં નવાઈ નહિ.