યુનિ.માં પ્રોફેસરના ‘સેક્સ સ્કેન્ડલ‘થી હડકંપ, 500 છોકરીઓ સાથે અશ્લિલ કામ, PM મોદી સુધી ફરીયાદ
હરિયાણા ‘સેક્સ સ્કેન્ડલ’ : હરિયાણાના સિરસાની ચૌધરી દેવીલાલ યુનિવર્સિટીમાં 500 કોલેજ ગર્લ્સના યૌન શૌષણની ઘટના સામે આવતાં હડકંપ મચ્યો છે.
500 Students Girls Claim Sexual Assault, Write To PM, Haryana Chief Minister
હરિયાણાના સિરસાની ચૌધરી દેવીલાલ યુનિવર્સિટીમાં મોટા સેક્સ સ્કેન્ડલથી હડકંપ
પ્રોફસરે 500થી વધુ છોકરીઓનું યૌન શૌષણ કર્યું
પીડિતાઓએ પીએમ મોદી અને સીએમ ખટ્ટરને પત્ર લખીને ફરીયાદ કરી
શિક્ષણ ધામો હવસ સંતોષવાના અડ્ડા બનતાં જાય છે. આ કડીમાં દેશની મોટી અને જાણીતી યુનિવર્સિટીમાં સેક્સ સ્કેન્ડલ સામે આવતાં હડકંપ મચ્યો છે. હરિયાણાના સિરસાની ચૌધરી દેવીલાલ યુનિવર્સિટીની 500 વિદ્યાર્થિનીઓએ એક પ્રોફેસર પર યૌન શૌષણના ગંભીર આરોપ લગાવ્યો છે.વિદ્યાર્થિનીઓએ પીએમ મોદી, સીએમ મનોહરલાલ ખટ્ટર, રાજ્યપાલ અને મહિલા આયોગને ફરીયાદ લખી છે. પત્રમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિનીઓ પ્રત્યે અયોગ્ય અને અશ્લીલ વર્તનનો આરોપ મૂકવામાં આવ્યો છે.
500 છોકરીઓએ લેટરમાં શું લખ્યું
500 છોકરીઓએ તેમના લેટરમાં એવું લખ્યું કે પ્રોફેસર લંપટ પ્રકૃતિનો છે તે અવારનવાર વિદ્યાર્થીઓને ચેમ્બરમાં બોલાવે છે અને તેમની સાથે અશ્લિલ કૃત્યો કરે છે.
પ્રોફેસર શું કરતો
પીડિતાઓએ લખ્યું છે કે લંપટ પ્રોફેસર તેની ચેમ્બરમાં વારાફરતી છોકરીઓને બોલાવતો અને પછી તેમને બાથરુમમાં લઈ જતો જ્યાં પ્રાઈવેટ પાર્ટ્સનો સ્પર્શ કરતો અને તેમની સાથે અશ્લિલ કૃત્યો કરતો. છોકરીઓએ એવું પણ કહ્યું કે જ્યારે તેમણે વિરોધ કર્યો તો પ્રોફેસર તેમને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.
પીએમ મોદી, સીએમ ખટ્ટર સુધી ફરિયાદ
પ્રોફેસરના અશ્લિલ કૃત્યોનો ભોગ બનેલી પીડિતાઓએ પીએમ મોદી અને હરિયાણાના સીએમ ખટ્ટરને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે લંપટ પ્રોફેસરે તેમની સાથે શું કર્યું હતું તેની વિગતવાર વાત કરી છે.
અગાઉ પણ આરોપી પ્રોફેસરની ગેરરીતિ પકડાઈ હતી
આરોપોની ગંભીરતાના જવાબમાં આ મામલાની સંપૂર્ણ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવામાં આવી છે. આ પહેલીવાર નથી જ્યારે પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હોય, પરંતુ અગાઉ તેને કોઈ પણ ગેરરીતિમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.