મુખ્ય સૂત્રધાર પરેશ શાહ બુધવારે બપોરે ધાર્મિક સંતની મધ્યસ્થીથી હાજર થયો જોકે હાલોલ-વડોદરા રોડ પરથી SITએ પરેશ શાહને ઝડપી પાડ્યાનો પણ દાવો
વડોદરા હરણી લેક હોનારત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હરણી લેક હોનારતનો મુખ્ય સૂત્રધાર પોલીસ સમક્ષ હાજર થયો છે. પરેશ શાહ કોટિયા પ્રોજેક્ટનો મુખ્ય સૂત્રધાર છે. વિગતો મુજબ બુધવારે બપોરે ધાર્મિક સંતની મધ્યસ્થીથી પરેશ શાહ હાજર થયો છે.
આ સાથે પરેશ શાહ ગઇકાલે ઝડપાયેલા ગોપાલ શાહનો સંબંધી હોવાનું પણ ખૂલ્યું છે. અહીં નોંધનીય છે કે, દુર્ઘટનાની ફરિયાદમાં પોલીસે પરેશ શાહનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો ન હતો. કોટિયા પ્રોજેક્ટ્સના ડિરેક્ટર તરીકે પણ પરેશ શાહનું નામ ન હતું. આ તરફ ફરિયાદમાં આખરે લોકોનો રોષ અને વિવાદ બાદ પરેશ શાહ હાજર થયો છે.
વડોદરા હરણી લેક હોનારતનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ પોલીસ સમક્ષ હાજર થયો છે. મહત્વનું છે કે, પોલીસ અને તંત્રને જાણ હતી કે પરેશ શાહની વિકાસ કોન્ટ્રાક્ટમાં મુખ્ય ભૂમિકા હતી. આ તરફ પોલીસને તમામ માહિતી હોવા છતાં ગુનો નોંધ્યો ન હતો. આ તરફ ફરિયાદમાં આખરે લોકોનો રોષ અને વિવાદ બાદ પરેશ શાહ હાજર થયો છે. નોંધનીય છે કે, હરણી લેકમાં બોટ પલટી ગયા બાદ 12 બાળકો સહિત 14 લોકોનાં મોત થયા હતા.
વકીલને મળવા બસમાં બેસી વડોદરા આવી રહેલો પરેશ શાહ ઝડપાયો
વડોદરા હરણી લેક હોનારતનો મુખ્ય સૂત્રધાર આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે. કોટિયા પ્રોજેક્ટના મુખ્ય સૂત્રધાર પરેશ શાહ બુધવારે બપોરે ધાર્મિક સંતની મધ્યસ્થીથી હાજર થયો હોવાનું કહેવાય છે. આ સાથે હાલોલ-વડોદરા રોડ પરથી SITએ પરેશ શાહને ઝડપી પાડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં વકીલને મળવા બસમાં બેસી વડોદરા આવી રહેલો પરેશ શાહ ઝડપાયો હોવાનું કહેવાય છે.
અત્યારસુધી પકડાયેલા આરોપીઓ
- પરેશ શાહ
- બિનિત કોટિયા
- નયન ગોહિલ
- ભીમસિંહ યાદવ
- શાંતિલાલ સોલંકી
- અંકિત વસાવા
- વેદ પ્રકાશ યાદવ
- રશ્મિકાંત પ્રજાપતિ
- ગોપાલ શાહ