સાંતલપુર તાલુકાના રોઝુ ગામના પાટીયા પાસે એકસીડન્ટની ઘટના
પાટણ નાં સાંતલપુર તાલુકાના રોઝુ ગામના પાટીયા પાસે એકસીડન્ટની ઘટના…
ડીઝલ ભરેલા ટેન્કરે મારી પલટી લોકો એ ડીઝલ લેવા માટે પડાપડી કરી…
નેશનલ હાઇવે નંબર 27 ઉપર બની ઘટના…લોકોએ ડીઝલની મચાવી લુટ…
પાટણના સાંતલપુર નેશનલ હાઈવે પર અવારનવાર માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે ત્યારે ગુરૂવારના રોજ સાંતલપુરના રોઝુ ગામના પાટીયા પાસે ડીઝલ ભરેલ ટેન્કર પલ્ટી ખાતા લોકોએ ડીઝલ લેવા પડાપડી કરતા નજરે ચડ્યા.
જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોવાનું જાણી શકાયું નથી…
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણના સાતલપુર નેશનલ હાઇવે નંબર 27 ઉપર થી પસાર થઈ રહેલ ડીઝલ ભરેલ ટેન્કર અગમ્ય કારણોસર પલટી ખાઈ જતા ટેન્કરમાં ભરેલ ડીઝલની રેલમછેલ થતાં આજુબાજુના લોકો હાથમાં જે વાસણ આવ્યું તે લઈને ડીઝલ લેવા પડાપડી કરી હતી.