સાંતલપુરના જામવાડા ગામ ખાતે ઘર વપરાશ ગેસનો બાટલો વિસ્ફોટ થતાં ઘર વખરી બળીને ખાખ.. સાથે ઘર આંગણે બાંધેલ ભેંસો દાઝી જતાં પરીવાર પર અણધારી આફત આવી….

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જામવાડા ગામ ખાતે ઘર વપરાશ indane ગેસનાં બાટલા માં વિસ્ફોટ થતાં ઘર માં વ્યાપક નુકસાન… અગમ્ય કારણસર ગેસનાં બાટલા નો વિસ્ફોટ થતાની સાથેજ ઘર વખરી બળીને ખાખ થઈ…
જામવાળા ગામ ખાતે ખેતર વિસ્તારમાં રહેતા ભરતભાઈ મનસુખભાઇનાં ભાગે રાખેલ જમીન માં ખેતર વિસ્તારમાં ઝુંપડી ટાઇપનું બનાવેલ મકાન માં ગેસ નો બાટલો વિસ્ફોટ થયો હતો…અને વિસ્ફોટ એટલો ડેન્જર હતો કે ગેસના બાટલો વિસ્ફોટ થતાની સાથેજ ઘર માં રહેલ ઘર વખરી બળીને ખાખ થઈ હતી અને ઘર માં રહેલ સામગ્રી ટોટલ બળીને ખાખ થઈ હતી જેને લઇને ખેડૂત ને વ્યાપક નુકસાન થયું…
ખેતર વિસ્તાર માં બનાવેલ મકાનમાં ગેસ બાટલો અગમ્ય કારણોસર બ્લાસ્ટ થતાની સાથેજ ભયાનક દૃશ્યો સર્જાયા હતા. ગેસના વિસ્ફોટ નાં કારણે ઘરવખરી સહિત માલિકના ઘર આંગણે બાંધીને રાખેલ અંદાજે 2 જેટલી ભેંસ આગની લપેટ માં આવતા ઢોર ઢાંખર ની ચામડી દાઝી હતી…ત્યારે આ ઘટના ને લઇને ખેડૂત ની હાલત કફોડી બની છે…તો બીજી તરફ ઘરમાં રહેલ સમગ્ર ઘર વખરી નો સમાન બળીને ખાખ થતાં પરીવાર પર ઓચિંતી આફત સામે આવતા પરીવાર ચિંતિત જોવા મળ્યો હતો.
સમગ્ર આગ નાં બનાવ ને લઇને આજુબાજુ નાં ગ્રામ્ય લોકો ત્યાં પહોંચી આવ્યા હતા અને બ્લાસ્ટ નાં કારણે નીકળતા ધુમાડા ને લઇને લોકોમાં પણ અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.