ભાભરમાં સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા ગોડાઉનમાંથી સડેલા ચણા આવતા લોકોમાં કચવાટ…
ભાભર સસ્તા અનાજ ગોડાઉન મેનેજરને ફોન કરતા રૂબરૂ મળીશું કહીને ફોન કાપ્યો.,
પુરવઠા ગોડાઉન માંથી સડેલ ચણા આવતા અનેક સવાલો ઉઠી રહા છે અને ગોડાઉન મેનેજર હાજર ના હોઈ બારોબાર ગાડીઓમાં માલ પણ ભરાવવા માં આવે છે તેઓ ગામ લોકો દ્વારા ચર્ચા થઈ રહી છે એ પણ બંદ કેમેરા મિડિયા માં અહેવાલો રજુ કરવા છતાં તંત્ર કેમ ભર નિંદ્રા માં થી જાગતું કેમ નથી એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ..અને ઘોળા દીવસે પણ ગોડાઉન ની સ્ટીટ્ટ લાઈટો ચાલુ જોવા મળી રહી છે
રાજ્ય સરકાર દ્વારા લોકો ને પુરતો પુરવઠો મળી રહે તેમજ સારું અનાજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે સરકાર દ્વારા અનેક નિયમો લાવી ગરીબો ને પોતાના હક નો પુરતા પ્રમાણમાં અનાજ મળી રહે તે માટે કટિબદ્ધ છે ત્યારે ભાભર ની સસ્તા અનાજની દુકાનો માં અનેક વાર સડેલું અનાજ પુરવઠો પુરવઠા ગોડાઉન માં થી આપવામાં આવે છે ત્યારે આ વાત ને સાબિત કરતો નમુનો ભાભર માં આ મહિના માં જે રેશન કાર્ડ ધારકો ને મળતો ચણા નો જથ્થો સડેલો તેમજ જીવાત વાળો આવતા ગરીબ તેમજ મધ્યમ વર્ગ ના લોકો માટે મજાક સમાન બન્યો છે.
રેશન કાર્ડ ધારકો એ જણાવ્યું હતું કે અમારા જોડે મજાક થાય છે અમારા હક નું અનાજ પણ સારું આવતું નથી આવા સડેલ જીવાત વાળા ચણા કોઈ પશુ પણ ના ખાય તેવા ચણા કેવી રીતે ખાવા સડેલ તેમજ જીવાત વાળા ચણા ભાભર ની સસ્તા અનાજની દુકાનોમાં જોવા મળી રહ્યા છે આ બાબતે દુકાન દારે જણાવ્યું હતું કે અમુક ચણા ના કટ્ટા સારા આવ્યા છે તેમજ 50 ટકા જેટલા સડેલ તેમજ જીવાત વાળા આવેલ છે જે ભાભર ના પુરવઠા ગોડાઉન માંથી જથ્થો આવેલ છે.
આ બાબતે ભાભર પુરવઠા મામલદાર નો સંપર્ક કરતા જણાવ્યું હતું કે અમો એ પુરવઠા ગોડાઉન મેનેજર ને જાણ કરેલ છે દુકાનદાર ને આવા સડેલ ચણા વિતરણ ના કરવા જણાવ્યું છે તેમજ ગોડાઉન મેનેજર ડી. સી.ઠાકોર નો સંપર્ક કરતા જણાવ્યું હતું કે જે માલ આવે છે તે કૃષિ શાખા માં સેમ્પલ મુકી શેમ્પલ પાસ થાય પછી વિતરણ થાય છે ગત મહિને ચણા 366 કટ્ટા આવેલ તેનું સેમ્પલ પાસ થઈ ને જ વિતરણ કરેલ છે છતાં કોઈ એકાદ કટ્ટુ ચણા નો કોઈ જથ્થો ખરાબ હોય તો બદલી આપવામાં બંધાયેલ છીએ …
સવાલો ના ઘેરા માં પુરવઠા ગોડાઉન ગત મહિને આવેલ 366 કટ્ટા નો ચણા નો જથ્થો જે કૃષિ વિભાગ માં પાસ થયેલ ચણા સડેલા તેમજ જીવાત વાળા ચણા જેવી રીતે નીકળ્યા પુરવઠા ગોડાઉન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.