દિયોદર : સરકારી સસ્તા અનાજના સંચાલકે રૂપિયા 9.46 લાખનાં જથ્થાનો કાળા બજાર
દિયોદર તાલુકાના ચગવાડા અને કોટડા (ફો) ગામના સરકારી અનાજની દુકાન ના સંચાલકે 2021માં 9.46 લાખ નો અનાજ નો જથ્થો બારોબાર વેચી નાખતા તપાસ દરમિયાન મામલતદારે સંચાલક સામે ફરિયાદ નોધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે
દિયોદર તાલુકાના ચગવાડા અને કોટડા (ફો) ગામના સસ્તા અનાજ ની દુકાન ના સંચાલકે રૂપિયા 9.46 લાખનો સરકારી અનાજ નો જથ્થો ગ્રાહકો આપ્યા વિના બારોબાર વેચી નાખ્યો છે મામલતદાર ની ટીમ ની તપાસ માં ગેરરીતિ સામે આવી હતી આ અંગે દિયોદર ના સંચાલક સામે ફરિયાદ નોધાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે દિયોદરના જેઠાલાલ ચુનીલાલ ઠક્કર કોટડા (ફો) તથા ચગવાડા ગામે સસ્તા અનાજ ની દુકાને સંચાલક છે.
જ્યાં મામલતદાર એ આર નિનામા એ ચગવાડા સસ્તા સરકારી અનાજની દુકાને તપાસ કરતા જેમાં ઘઉં,ચોખા,તુવેરદાળ ,મીઠું અને ખાંડ નો ઓનલાઇન જથ્થો 31651 કી લો ગ્રામ હતો જેમાં 16003.5 ની ઘટ સામે આવી હતી જ્યારે કોટડા (ફો) ગામે ની દુકાને દિયોદર ઇન્ચાર્જ નાયબ પુરવઠા મામલતદાર પૂજાબેન જોશી દ્વારા તપાસ કરતા જ્યાં ઓનલાઇન 11370 કી લો ના જથ્થા સામે 7107 કિલો ગ્રામ જથ્થો ઓછો મળતો હોવાથી કુલ રૂપિયા 9.46.142 રૂપિયા નો સરકારી જથ્થો બારોબાર વેચી નાખ્યો હોવાનું સામે આવતા તપાસ માં ગેરરીતિ પણ સામે આવતા દિયોદર મામલતદાર દ્વારા દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે સંચાલક સામે ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે
ચગવાડા અને કોટડા (ફો) સસ્તા સરકારી અનાજની દુકાન નો પરવાનો રદ કરાયો
સંચાલક દ્વારા લાખો રૂપિયા નો સરકારી અનાજ નો જથ્થો બારોબાર વેચી નાખતા સંચાલક સામે મામલતદાર દ્વારા ફરિયાદ દાખલ થતાં ચગવાડા અને કોટડા (ફો) બંને દુકાનદાર નો પરવાનો રદ કરવામાં આવ્યો