રાત્રિના સમયે તેમની કાર સઈજ બ્રીજ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે કારના ચાલકે કાર ઉપરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી
કલોલ : રાજસ્થાનમાં રહેતો એક પરિવાર તેમના સગા અમદાવાદમાં મરણ ગયેલા હોવાથી રાજસ્થાનથી કાર લઈને અમદાવાદ આવવા નીકળ્યા હતા રાત્રિના સમયે તેમની કાર સઈજ બ્રીજ ઉપર થી પસાર થઈ રહી હતી ત્યારે કારના ચાલકે કાર ઉપરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં બે મહિલાઓને વધુ ઇજા થઈ હોવાથી સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ બાબતે મળતી વિગતો અનુસાર રાજસ્થાનના નાગોરમાં રહેતા મોહમ્મદ ઉંમર અન્સારી કારમાં તેમની માતા તથા ભાભી અને ભત્રીજા સાથે અમદાવાદ આવવા નીકળ્યા હતા અમદાવાદમાં તેમના કોઈ સગા મરણ ગયા હોવાથી તેઓ કાર લઈને અમદાવાદ આવી રહ્યા હતા એમની કાર સઇજ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે કારના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો.
તેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી કાર પલટી ખાઈ જતાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ઘાયલોને મહામુસીબતે કારની બહાર કાઢવામાં આવ્યા હતા અને ૧૦૮ મારફતે તેમને સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની માતા અને ભાભીને વધુ ઇજા થવી હોવાથી તેમને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના હાથે ફેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું બનાવ અંગે પોલીસે જરૂરી નોંધ કરીને વધુ તપાસ ચલાવી છે.