સંજેલીમાં રાત્રી પોલીસ પોઇન્ટ પર જ એક રાતમાં દુકાન અને મકાનમાં ચડ્ડી ધારી તસ્કરો ત્રાટક્યા.

સંજેલી : ચડ્ડીધારી ગેંગનો આતંક. સંજેલીમાં રાત્રી પોલીસ પોઇન્ટ પર જ એક રાતમાં દુકાન અને મકાનમાં ચડ્ડી ધારી તસ્કરો ત્રાટક્યા.
દાહોદમાં ચોરીની ઘટના :
- લાખો રૂપિયાના સોના ચાંદી અને રોકડ રકમની હાથ ફેરી પોલીસ ઊંઘતી હતી ???
- પોલીસ સ્ટેશન નજીક જ બનાવ બનતા પોલીસ પેટ્રોલિંગ અને નાઈટ પોઇન્ટ પર અનેક સવાલો ઊભા થયા
સંજેલીમાં પોલીસ સ્ટેશનની નજીક નાઈટ પોઇન્ટ પર પંચાયત ઘર પાસે અને જીવનદીપ સોસાયટીમાં ચડ્ડી ધારી તસ્કરોએ એક રાતમાં સાત મકાનો અને બે દુકાનો તાળા તોડી સોના ચાંદી અને રોકડ રકમ લાખો રૂપિયાની હાથ ફેરો કરી અને તસ્કરોએ મકાનમાલિક સાથે ઝપાઝપી કરી પથ્થર મારો કરી ફરાર થઈ જતા પંથકમાં ચકચાર મચી જવા પામી અને પોલીસ પેટ્રોલિંગ તેમજ પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા.

સંજેલી પોલીસ સ્ટેશન નજીક ઝંકાર પાન હાઉસ અને પંચાયત ઘર સામે ફાઇનાન્સ કર્મચારીના મકાન અને જીવનદીપ સોસાયટીમાં નિવૃત્ત આર્મી જવાન અને એક પોલીસ જવાન સહિતના સાત જેટલા બંધ મકાનો અને બે દુકાનોમાં તાળા તોડી અને ઘરમાં પ્રવેશી તિજોરી તેમજ પેટીઓ અને ડબ્બાઓ વેર વિખેર કરી ઘરમાં મૂકી રાખેલા સોના ચાંદી અને રોકડ રકમ લાખો રૂપિયાનું ચડ્ડી ધારી ચોરોએ અલગ અલગ જગ્યાએ જઈ અને મકાનોના લોક તેમજ તાળા તોડી અને વીજ પોલ પર થઈ.

ઘરમાં ઊતરી ઘરમાં મીઠી નીંદર માણી રહેલા પરિવાર પર હુમલો કરી નાસી છૂટ્યા હતા. જ્યારે પરિવારે તેનો પકડવાનો પીછો કરતા તેઓએ પથ્થર વડે હુમલો કર્યો હતો. અને થોડીક જ વારમાં ચોરો દુકાનનું તાળુ તોડી અને સટલ માં પ્રવેશી જે બાદ મકાનમાં વીજ પોલ પરથી ઘરમાં ઉતરી અને તરખાટ મચાવ્યો હતો. આ બનાવની જાણ થતા જ પોલીસે મકાન માલિકોને કોન્ટેક કરી અને તેમના મકાનમાં તપાસ હાથ ધરી હતી. અને ભનાવની જાણ થતા જ DYSP ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગ્રામજનો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
સંજેલી:ચડ્ડીધારી ગેંગનો આતંક gang panic 1