હિંદુ ધર્મમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત 4 શંકરાચાર્યો કેમ રામમંદિર મહોત્સવમાં ગેરહાજર રહેશે? મુખ્ય 3 તાર્કિક કારણો જવાબદાર
મહામંથન: દેશની 4 પ્રમુખ પીઠ છે અને દરેક પીઠના અધિપતિ તેના શંકરાચાર્ય છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ચારેય પ્રમુખ પીઠના શંકરાચાર્યો ગેરહાજર રહેવાના છે જેની પાછળના તેમના તાર્કિક કારણો છે.

Shankaracharyas of four Pramukh Peeths to be absent from Ram Mandir Pran Pratishtha program
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની ચારેબાજુ ચર્ચા
શંકરાચાર્યોએ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનો ઈન્કાર કર્યો
ચાર પીઠમાંથી ત્રણ પીઠના શંકરાચાર્યોએ હાજરી આપવાનું નકાર્યું
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ સાથે શંકરાચાર્યોએ અંતર જાળવી રાખ્યો છે. શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો જેમ ખ્રિસ્તી ધર્મમાં પોપનું સ્થાન છે તેવું જ સ્થાન હિંદુ ધર્મમાં શંકરાચાર્યોનું છે. દેશની 4 પ્રમુખ પીઠ છે અને દરેક પીઠના અધિપતિ તેના શંકરાચાર્ય છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ચારેય પ્રમુખ પીઠના શંકરાચાર્યો ગેરહાજર રહેવાના છે જેની પાછળના તેમના તાર્કિક કારણો છે.
સૌથી મહત્વનું કારણ જે શંકરાચાર્યોએ આપ્યું છે તે એ છે કે મંદિર હજુ સંપૂર્ણ બન્યું નથી અને જેનું નિર્માણ અધુરુ હોય તે મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ન થઈ શકે અને તેમ છતા જો એવું આચરણ કરવામાં આવે તો પછી એ મૂર્તિમાં ભગવાનનો વાસ હોતો નથી. શંકરાચાર્યોનું સ્થાન હિંદુ ધર્મમાં સર્વોચ્ચ છે અને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં તેઓ નથી એટલે સ્વભાવિક છે કે તેના પડઘા પડી શકે. આવા સમયે શંકરાચાર્યોએ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ન જવાના જે તર્ક આપ્યા તે અંગે ધર્માચાર્યો શું માને છે. ધર્મશાસ્ત્ર આ બાબતે શું કહે છે.
રામમંદિર મુદ્દે થતી રાજનીતિ
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની ચારેબાજુ ચર્ચા છે. શંકરાચાર્યોએ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનો ઈન્કાર કર્યો તેમજ ચાર પીઠમાંથી ત્રણ પીઠના શંકરાચાર્યોએ હાજરી આપવાનું નકાર્યું છે, શંકરાચાર્યોના હાજરી ન આપવા પાછળના તર્ક છે અને રામમંદિર મુદ્દે થતી રાજનીતિથી પણ શંકરાચાર્યો નારાજ છે
ક્યા પીઠના શંકરાચાર્યએ ઈન્કાર કર્યો?
સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી
ગોવર્ધન પીઠ, જગન્નાથપુરી
સ્વામી સદાનંદ મહારાજ
શારદાપીઠ, દેવભૂમિ દ્વારકા
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
જ્યોતિર્પીઠ, ઉત્તરાખંડ
સ્વામી ભારતી કૃષ્ણતીર્થ
શૃંગેરી મઠ, ચિકમંગલૂર
શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ શું કહ્યું?
PM રામની મૂર્તિને સ્પર્શ કરશે, પૂજા કરશે તો હું શું તાળી વગાડીશ?, હું શંકરાચાર્ય છું, મારા પદનું મને ધ્યાન છે. પ્રાણપ્રતિષ્ઠાનું કામ સંતોનું છે, નેતાઓ તેનાથી દૂર રહે. વધુમાં કહ્યું કે, ભગવાન રામને અવતાર સમજીને મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થાય તેમજ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રાણપ્રતિષ્ઠા થાય તો મૂર્તિમાં ભગવાન પ્રવેશે. વધુમાં કહ્યું કે, મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થતી હોય અને સંતો અલગ રહે એવું કેમ બને?. મને મારા પદનું અભિમાન નથી પણ મારા પદની ગરિમા છે.