વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર થશે મોટી અસર, Weather News 1

Spread the love

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવતી કાલથી ઠંડીનું જોર વધશે, ગાંધીનગરમાં 14.5 અને નલિયામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું

હાલ સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને બપોરે ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બેવડી ઋતુના કારણે રોગચાળાના કેસમાં વધારો થયો છે. ઘરે-ઘરે શરદી-ઉધરસ, વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે નવી આકાશી આફત આવવાની છે.

7 ફેબ્રુઆરીથી ઠંડીમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડવાની શક્યતા છે. આ દિવસોમાં ગુજરાતમાં ફરી ઠંડીનો દોર શરૂ થશે. 

પહેલા ઠંડી અને બાદમાં ગરમી આવશે 

હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. આગાહી એવી છે કે, હાલ અમદાવાદમાં 17 ડિગ્રી અને ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો નલિયાનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. પરંતું ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ઠંડી વધશે. ત્યાર બાદ તાપમાનમાં ફરી વધારો થતા ગરમીનો અનુભવ થશે. 

ફેબ્રુઆરીના આ દિવસોમાં વરસાદ આવશે 

અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. આ દિવસોમાં કરા સાથે વરસાદ આવી શકે છે. ખાસ કરીને ગુજરાતના રાજસ્થાનથી જોડાયેલા સરહદી વિસ્તારોમાં છાંટા આવી શકે છે. આ દિવસોમાં ફરી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, અને રાજ્યમાં ફરી બેવડી ઋતુ અનુભવાશે.

તો સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળશે. જેમાં કેટલાક ભાગોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ આવી શકે છે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, 10થી 15 ફેબ્રુઆરીમાં ફરી વાદળવાયું આવવાની શક્યતાઓ રહેલી છે. આ સાથે 7મી ફેબ્રુઆરીથી ઠંડીની શરુઆત થવાની આગાહી પણ તેઓ કરી રહ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચું જવાની શક્યતાઓ છે.

સાથે જ તેમણે આગાહી કરતા કહ્યું કે, 5 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલટાશે. ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. ગુજરાતમાં અનેક સ્થળોએ છાંટા પડવાની પણ શક્યતા છે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

ગુજરાતનું વાતાવરણ ફરી બગડશે

અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું.

તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. 

link 1

link 2

 


Spread the love

Related Posts

Top News :અમદાવાદમાં દારૂ લાવવા AC નો ઉપયોગ…..! | Breaking News 1

Spread the love

Spread the loveTop News :મોડસ ઓપરેન્ડીથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરનારા 4 આરોપીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે Top News :રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની…


Spread the love

News Update :અમદાવાદની HK કોલેજમાં છેડતી, વાળ ખેંચીને છોકરીને થપ્પડ મારી | Breaking News 1

Spread the love

Spread the loveNews Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે News Update :અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી એચ.કે.કોલેજમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *