વિરમગામમાં દબાણ મામલે વહેપારીઓનુ બંધનુ એલાન – વિશાળ મૌન રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું
નગરપાલિકા દ્વારા કોટ વિસ્તાર બહારના વેપારીઓને દબાણ દૂર કરવાની નોટિસ મામલે વેપારીઓ દ્વારા વિરમગામ બંધનું એલાન.
નગરપાલિકા દ્વારા કોટ વિસ્તાર બહારના વેપારીઓને દબાણ દૂર કરવાની નોટિસ મામલે વેપારીઓ દ્વારા વિરમગામ બંધનું એલાન આપી મૌન રેલી યોજી મામલતદાર તથા ચીફ ઓફિસર ને આવેદનપત્ર પાઠવ્યું
નગરપાલિકા દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ 185 હેઠળ કોટ વિસ્તાર બહારના વ્યાપારીઓને દબાણ દૂર કરવાની નોટિસ પાઠવતા વેપારીઓ દ્વારા આજરોજ વિરમગામ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય બજારો જેવા કે ભરવાડી દરવાજા થી બસ સ્ટેન્ડ , અવાડા , માંડલ રોડ તેમજ ગોળ પીઠા વિસ્તાર ના વેપારીઓએ સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો.
તેમ જ શહેરના ભરવાડી દરવાજા થી મોટી સંખ્યામાં વેપારીઓ એકત્ર થઈ કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી સ્વરૂપે વિશાળ રેલી યોજી ભરવાડી દરવાજાથી બસ સ્ટેન્ડ થઈ મામલતદાર સેવાસદન કચેરી ખાતે પહોંચી મામલતદાર તેમજ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર શ્રી ને આવેદનપત્ર પાઠવું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 65 અને કલમ 146 ની જોગવાઈઓ સુસંગત ન હોય વિરમગામ નગરપાલિકાની 1956 થી 2007 સુધીના કારોબારી સમિતિમાં કરવામાં આવેલા ઠરાવો કાયદા વિરુદ્ધ હોય ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ ૨૫૮ – ૧ હેઠળ ઠરાવની અમલવારી મોકૂફ રાખવા તેમજ થયેલ ઠરાવ પહેલાની સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવા વિરમગામ નગરપાલિકાને હુકમ કરવામાં આવેલ બાદમાં થયેલા હુકમ સામે 50થી વધુ વેપારીઓ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર સમક્ષ અપીલ કરવામાં આવેલ છે હાલ તે કેસ પેન્ડિંગ છે.
તેનો નિર્ણય આવેલ નથી તે વ્યાપારીઓ પ્રાદેશિક કમિશનરના હુકમ સામે અપીલ માં નથી ગયા તેવા અમુક વેપારીના દિવસ ૭ માં સ્વખર્ચે અને જોખમે ખાલી કરી ખુલ્લી કરી દેવી જો તેમ કરવામાં નહીં આવે તો શું ખર્ચે અને જો પોલીસ કા ક્લાસ સાથે દૂર કરવામાં આવશે તેવી નોટિસ પાઠવવામાં આવતા કારોબારી સમિતિના ઠરાવથી 50 વર્ષથી વધુ સમય કરતા ધંધો કરતા વેપારીઓમાં ઉગ્ર રોશ ની લાગણી ફેલાઈ હતી અને અને આજરોજ વિરમગામ બંધનું એલાન આપી જવાબદાર સરકારી અધિકારીઓને આવેદન પાઠવી કરી લડત આપવાનો નિર્ણય કર્યો હતો જે સંદર્ભે મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા