ધ્રાંગધ્રા સીટી પોલીસે આંબેડકર નગર વિસ્તારના રેણાકી મકાનમાં ખુલ્લા ફળીયા માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત ની સૂચનાથી ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે પરમાર ના સીધા માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ એ.એ. મલીક , પોલીસ હેડ કોસ્ટેબલ બીજે સોલંકી , બ્રિજરાજ સિંહ ઝાલા પ્રતાપસિંહ રાઠોડ , પ્રવીણભાઈ ચાવડા સંજયભાઈ મુંધવા સરપ્રાઈઝ મલેક વિશાલભાઈ ડાભી સહિતા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલ ચોક્કસ બાકીના આધારે ધાંગધ્રા શહેરના આંબેડકર નગર વિસ્તારના રહેણાંકી મકાનમાં ખુલ્લા ફળીયા માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ્સની 243 બોટલો જેની કિંમત રૂપિયા 72600 તથા એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 97600 નો મુદ્દામાલ કબજે કરી અલ્પેશભાઈ ઉર્ફે કલ્પેશભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.


