વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અરણાઈમાં આવેલ આશ્રમ શાળામાં માસૂમ બાળકોને ભણવવાનું બાજુમાં મૂકી રસોઈ બનાવડાવવા માં આવે છે.

કપરાડામાં ” શ્રી ધરમપુર સેવા મંડળ સંચાલિત આશ્રમ શાળા અરણાઈમાં માસૂમ બાળકોને બનાવ્યા રસોઈયા”.

રાજ્ય સરકાર આશ્રમ શાળા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે જમવા રહેવા માટે ખૂબ ખર્ચો કરે છે પરંતુ ભ્રષ્ટ સંચાલકોના પાપે ભણતા માસૂમ બાળકો ને ઉત્તમ વ્યવસ્થા ને બદલે બાળકોએ વેઠ કરવી પડે છે. એ ખૂબજ દુઃખદ અને સરકારે ધ્યાન માં લેવા જેવી બાબત છે.

શાળામાં અભ્યાસ કરતા બાળકો ને પૂછતા જાણવા મળ્યું કે રસોઈયો દર સોમવારે આવી ને જતો રહે છે અને ત્યાર બાદ રસોઈ અમારે જ જાતે બનાવવી પડે છે. શાળા માં બાળકો ભણવા માટે આવે છે પરંતુ આવી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પાયાનું શિક્ષણ પૂરતું મળતું ન હોવાથી ભવિષ્યમાં આગળ વધી પોતે પગભર થઈ શકતા નથી અને વાલીઓ જે આશા એ બાળકો ને ભણવા મૂકે છે તે આશા ઉપર પાણી ફરી વળે છે.

શાળામાં બાળકો ભણવા ને બદલે રસોઈ કેમ્પમાં જોતરાઈ તો ક્યાં બાળકો નું ભવિષ્ય ઊજળું બનવાનું છે દરેક વાલીઓ માટે ચિંતાનો વિષય છે. શાળામાં ભણવા ને બદલે ઈતર પ્રવૃત્તિઓમાં જોડાયેલા બાળકો નબળા જ રહી જવાના છે જે સમય ભણવાનો અને લેસન કરવાનો મળે છે તે સમય રસોઈ બનાવવામાં નીકળી જતો હોય તો બાળકો ક્યાંથી ભણવામાં છે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરતી સંસ્થા સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તે જરૂરી છે