વડોદરામાં કન્ટેનરના વિહિકલના સ્પેરપાર્ટસના બોગસ બિલોની આડમાં વિદેશી દારૂ લઈ જતા ડ્રાઇવરને પોલીસે ઝડપી પાડ્યો છે
વડોદરામાં કન્ટેનરના વિહિકલના સ્પેરપાર્ટસના બોગસ બિલોની આડમાં વિદેશી દારૂ લઈ જતા ડ્રાઇવરને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે 26.11 લાખના દારૂ સહિત 36.23 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.

પીસીબી પોલીસની માહિતી મળી હતી કે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર અંબાલાથી રાજકોટ જવાનું છે જેથી પોલીસે ગોલ્ડન બ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને કન્ટેનરના ડ્રાઇવર ક્રિષ્ના રામ ભીમારામ જાટ રહેવાસી બાડમેર રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો.
પોલીસને તેણે વિહિકલના સ્પેરપાર્ટસનો સામાન ભરેલા હોવાનું જણાવી બિલ્ટી તથા ઈવે બિલમાં ક્યાં હતા પરંતુ કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી દારૂની 6,528 બોટલ કિંમત રૂપિયા 26.11 લાખની મળી આવી હતી આરોપીની અંગ જડતી માંથી મળેલા રૂપિયા મોબાઇલ અને કન્ટેનર સહિત પોલીસે કુલ 36.23 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે જ્યારે દારૂના સપ્લાયર ગાડી હાલના ડ્રાઇવરને શોપનાર સહિત ચારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.