વડોદરામાં દુમાડ ચોકડી પાસેથી 66 હજારના વિદેશી દારૂ-બિયર સાથે એક મહિલા સહિત ચાર ઝડપાયા

Spread the love

વડોદરા દુમાડ ચોકડી પાસેથી તથા વાડી વિસ્તારના રહેણાંક મકાનમાંથી 71 હજારના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો સાથે એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરાઈ છે.

મકરસંક્રાંતિના તહેવારને લઈ વડોદરા શહેર પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. ગુરૂવારે રાત્રિના સમા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ડુમાડ ચોકડી પાસે ની જય અંબે હોટલ નજીક ચાર શખ્સો થેલામાં દારૂની બોટલો લઈને ઊભા છે. જેના આધારે સમા પોલીસે બાતમી મુજબના સ્થળ પર પહોંચીને થેલામાં દારૂ ભરી ઉભેલા એક મહિલા સહિત ચાર લોકો કાંતિ લશા મેડા (રહે. અગાવાડા ગામ નવાપુરા ફળીયું તા.જી.દાહોદ), મનુભાઇ રામસંગ મેડા (રહે. પીટોલ ભીમ ફળીયા ગામ રાગા ફળિયું તા.પીટોલ જી.ઝાબુઆ (એમ.પી), રાજુ કનૈયા મેડા (રહે. પીટોલ ભીમ ફળીયા ગામ રાગા ફળિયું તા.પીટોલ જી. ઝાબુઆ (એમ.પી) તથા લીંબુબેન હિમ્મત સુમલા મંડોર (અગાવાડા ગામ નવાપુરા ફળીયું તા.જી.દાહોદ)ને ઝડપી પાડ્યા હતા. તેમના ઠેલા ચેક કરતા વિદેશી દારૂ અને બિયરના ટીન 66 હજારનો મુદ્દામાલ કબ્જે કરી મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તેવી જ રીતે ગાજરાવાડી વચલા ફળિયામાં રહેતો લાલજી રાજપુત પોતાના ઘરમાં વિદેશી દારૂ લાવ્યો હતો. તેવી વાતમીના આધારે વાડી પોલીસે રેડ કરી તેના ઘરમાંથી  5 હજાર ઉપરાંતના બીયરના ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે દારૂ સાથે લાલજી રાજપૂતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related Posts

Surat Crime News :400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા, Breaking News 1

Spread the love

Spread the loveSurat Crime News :સુરતમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે Surat Crime News :ગુજરાતના સુરતમાં મારામારી, લૂંટ, હત્યા જેવી ઘટનાઓ દિવસેને દિવસે…


Spread the love

Jamnagar Crime News :કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિની ધમકી, હત્યા કરાવી નાખવાની ધમકી આપી, Breaking News 1

Spread the love

Spread the loveJamnagar Crime News :જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિએ મહાનગરપાલિકાના સિટી ઈજનેર પાસે ખંડણી માંગતા ભારે ચકચાર મચી જવા પામી છે Jamnagar Crime News :જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિએ…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *