વટવા વિસ્તારમાં કોઇપણ પ્રકારની ડીગ્રી વગર દર્દીઓની દવા કરતા નકલી ડોકટરને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસરે પકડી પાડયો હતો
અમદાવાદ : વટવા વિસ્તારમાં કોઇપણ પ્રકારની ડીગ્રી વગર દર્દીઓની દવા કરતા નકલી ડોકટરને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસરે પકડી પાડયો હતો. નારોલ પોલીસે ગુનો નોંધી દવાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પત્નીના નામે દવાખાનું હતું પતિ દર્દીઓની સારવાર કરતો હતો
આ કેસની વિગત એવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરતા ડોક્ટરેએ નારોલ પોલીસ સ્ટેશનમાં મકરબા સરખેજ ખાતે રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ ચોક્કસ બાતમી આધારે વટવા કેનાલ પાસે અલીફનગરન સામે બાગેહસન કોમ્પલેક્ષમાં તપાસ હાથ ધરી હતી.
જેમાં ત્યાં બોર્ડ લગાવ્યા વગરનું દવાખાનું મળી આવ્યું હતું જ્યાં આરોપી ખુરસીમાં બેઠેલા હતા તેમની પાસે ઇન્જેકશન પડેલા હતા. તેમની પાસે કોઇપણ પ્રકારની ડિગ્રી ન હતી પુછપરછમાં તેમની પત્ની દવાખાનું ચલાવતા હતા. એટલું જ નહી તેમની ગેર હાજરીમાં તેઓ પણ દર્દીઓને દવા આપતા હતા જેથી પોલીસે દવાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.