Haldwani Violence Updates: ઉત્તરાખંડના હલ્દવાની ખાતે આવેલા બનભૂલપુરા વિસ્તારમાં એક ગેરકાયદેસર મદરેસાને તોડી પાડ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી, જેમાંથી 5 લોકોના મોત થઈ ચૂક્યા છે
Haldwani Violence Updates: ઉત્તરાખંડના હલ્દવાની ખાતે આવેલા બનભૂલપુરા વિસ્તારમાં એક ગેરકાયદેસર મદરેસાને તોડી પાડ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી, જેમાંથી 5 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો 50 શંકાસ્પદોની પોલીસે અટકાયત કરી છે. ગયા ગુરુવારે ભારે પોલીસ દળ સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે બાદ હિંસા ફાટી નીકળી હતી. પોલીસનું પોલીસનું કહેવું છે કે આ અભિયાન કોર્ટના આદેશ પર ચલાવવામાં આવ્યું હતું.
Haldwani Violence Updates: છત પરથી કરાયો હતો પથ્થરમારો
આ ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે અભિયાન દરમિયાન છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના માટે એવું માનવામાં આવે છે કે પથ્થરો અગાઉથી એકઠા કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં 100થી વધુ સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં ઘણા વહીવટી અધિકારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ અને પત્રકારો પણ સામેલ છે.
Haldwani Violence Updates: 5000 અજાણ્યા લોકો સામે કેસ નોંધાયો
અતિક્રમણ વિરોધી અભિયાનનો વિરોધ કરી રહેલા લોકોએ પોલીસ સ્ટેશનને પણ ઘેરી લીધું હતું અને તેની બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી. પોલીસે જણાવ્યું કે આ હિંસામાં કથિત સંડોવણી બદલ લગભગ 50 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સિવાય 5000 અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, શુક્રવાર અને શનિવારે આ વિસ્તારમાં હિંસા અંગે વધુ કોઈ માહિતી સામે આવી નથી.
Haldwani Violence Updates: બનભૂલપુરા વિસ્તારમાં હજુ પણ કર્ફ્યુ
હિંસા બાદ વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. હવે તેને બહારના વિસ્તારોમાંથી હટાવી દેવામાં આવ્યો છે, પરંતુ બનભૂલપુરા વિસ્તારમાં હજુ પણ કર્ફ્યુ લાગુ છે. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરમાં 1000થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે. પોલીસનું કહેવું છે કે અસરગ્રસ્ત વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે અને હાલમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.