લોકસભા ચૂંટણી 2024ને લઇ પ્રદેશ ભાજપનો એક્શન પ્લાન તૈયાર | The action plan of the state BJP is ready for the Lok Sabha elections 2024 | breaking news

Spread the love

લોકસભા ચૂંટણીને લઇ પ્રદેશ ભાજપનો એક્શન પ્લાન તૈયાર, આ 3 ચહેરાઓને સોંપાઇ મહત્વની કમાન

The action plan of the state BJP is ready for the Lok Sabha elections
લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી છે. ભાજપ દ્વારા પાર્ટીનાં ત્રણ સભ્યોને ગાંધીનગર બેઠકનાં પ્રભારી બનાવ્યા હતા. જેમાં ઓબીસી મોરચાના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.

લોકસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારી
ગાંધીનગર બેઠક માટે ત્રણ પ્રભારી જાહેર
સંયોજક અને સહ સંયોજકની નિયુક્તિ

2024 ની લોકસભા ચૂંટણીને લઈ પ્રદેશ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ઘરી છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં 26 બેઠકો પર પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે એક્શન પ્લાન બનાવ્યો છે. ભાજપ દ્વારા પાર્ટીના ત્રણ સભ્યોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં OBC મોરચાના અધ્યક્ષ મયંક નાયકને જવાબદારી સોંપાઈ હતી. ગાંધીનગર સીટના સંયોજક તરીકે ધારાસભ્ય હર્ષદ પટેલને જવાબદારી સોંપાઈ હતી. જ્યારે સહસંયોજક તરીકે અમદાવાદ જીલ્લા મહામંત્રી નવદીય ડોડીયાને જવાબદારી સોંપાઈ હતી.

લોકસભા ચૂંટણી

જે.પી. નડ્ડાનું લોકસભા ચૂંટણીને લઇ નિવેદન
લોકસભા 2024 ની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કવાયત હાથ ધરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગાંધીનગર ખાતે કાર્યાલય ખુલ્લુ મુક્યું હતું. ગાંધીનગરના સાંસદ અમિત શાહના બેઠકનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. ગાંધીનગર સહિત જે.પી.નડ્ડાએ રાજ્યના 26 કાર્યાલયોનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સામેલ થયા હતા. જે.પી.નડ્ડાએ લોકસભા ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા તમામ 26 બેઠકો ભાજપને અપાવશે.

ભરૂચમાં મધસ્થ ચૂંટણી કાર્યાલયનું આજરોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું
લોકસભાની ચૂંટણીને લઈને ભરૂચમાં મધસ્થ ચૂંટણી કાર્યાલયનું આજરોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું. ભરૂચ લોકસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન માનનીય રાજ્યમંત્રી મૂકેશભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાના વરદહસ્તે કરવામાં આવ્યું. આ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનમાં ભરૂચ લોકસભાના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ, ભરૂચ સાંસદ મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ દાણાપીઠ સોસાયટીમાં કાર્યાલયનું ઉદઘાટન કરાયું
જૂનાગઢ પ્રવાસ મંત્રી મુળુભાઈ બેરાએ બીજેપી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતભરમાં એક સાથે બીજેપી કાર્યાલયના ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જે.પી.નડ્ડાના માર્ગદર્શન હેઠળ લોકસભાની 26 બેઠકની તૈયારી પુરજોશમાં હાથ ધરી છે. જૂનાગઢ દાણાપીઠ સોસાયટીમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, જૂનાગઢ જીલ્લા લોકસભા સંયોજક ઉદય કાનગડ અને સહ સંયોજક ચંદ્રેશ હેરમાં તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ રઘુ હુંબલ સહિત બહોળી સંખ્યામાં બીજેપી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

link 1

link 2


Spread the love

Related Posts

Ganesamoorthy Passed Away :લોકસભાની ટિકિટ ન મળતા સાંસદે ઝેરી દવા પીધી, Breaking News 1

Spread the love

Spread the loveGanesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું ગુરુવારે (28 માર્ચ, 2024) સવારે અવસાન થયું છે Ganesamoorthy Passed Away :તમિલનાડુના ઈરોડના વર્તમાન એમડીએમકે (MDMK)ના સાસંદ એ.ગણેશમૂર્તિનું…


Spread the love

Arvind Kejriwal Hearing :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ફરી ઝટકો, Breaking News 1

Spread the love

Spread the loveArvind Kejriwal Hearing :કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા Arvind Kejriwal Hearing :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર…


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *