વસ્ત્રાલમાં ધાક જમાવવા લુખ્ખા તત્વોએ મધરાતે તલવાર, લાકડીઓ પાઇપ સાથે ધસી આવીને સમગ્ર વિસ્તારમાં આંતક માચવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
વસ્ત્રાલમાં ધાક જમાવવા લુખ્ખા તત્વોએ મધરાતે તલવાર, લાકડીઓ પાઇપ સાથે ધસી આવીને સમગ્ર વિસ્તારમાં આંતક માચવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બાઇક ઉપર આવેલ ૧૫ જેટલા શખ્સોએ ઘાતક હથિયારો સાથે આવીને લોકોઅ આવીને સોસાયટી બહાર પાર્ક કરેલા ૨૦થી વધુ વાહનોમાં તોડફોડ કરીને ગાળો બોલીને બુમાબુમ કરતા હતા. ઘટનાની જાણ રામોલ પોલીસનો કાફલો સ્થળે પહોચતા તમામ શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે બે જુદી-જુદી ફરિયાદો સાથે રાયોટિંગનો ગુનો નોંધીને તમામ શખ્સોની શોધખોળ હાથધરી છે. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

સ્થાનિક લોકોમાં ડરનો માહોલ : સીસીટીવી ફૂટેજ પોલીસ હરકતમાં આવી રામોલ પોલીસે ૧૫ લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
વસ્ત્રાલમાં આવેલ ઉમીયાનગર સોસાયટીમાં રહેતા આધેડે રામોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે મોડી રાત્રે સોસાયટીના રહીશો સૂતા હતા ત્યારે બાઇકો ઉપર ૧૫ જેટલા શખ્સોએ તલવાર, ધોકા સહિતના હથિયારો લઇને આવ્યા હતા. બાદમાં શખ્સોએ ગાળો બોલીને બુમામુમ કરતા હતા. એટલું જ નહી શખ્સોએ પોતાની ધાક જમાવવા માટે ૨૦ જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી. ત્યારે બુમો પાડતા સોસાયટીના રહીશો અને સ્થાનિકો બહાર દોડી આવ્યા હતા.
પરંતુ તમામ શખ્સો હાથમાં હથિયાર લઇને આવ્યા હોવાથી લોકોમાં ભય ફેલાયો હતો. લુખ્ખા તત્વો ગાળો બોલીને ઉપરા છાપરી વાહનોના કાચ તોડી રહ્યા હતા. જેથી સ્થાનિકોએ પોલીસને ફોન કરતા રામોલ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવતા તમામ શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ અંગે રામોલ પોલીસે બે જુદી-જુદી ફરિયાદો નોધીને સીસીટીવી ફૂટેજના આધારે તમામ શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે વાલમાં વિસ્તારમાં આ પ્રકારે બીજી વખત આવી ઘટના બનતા સ્થાનિક પોલીસે ઉપર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.