લવ જેહાદ / ભરૂચ: ‘સાહેબ મારી સાથે દગો થયો, આર્ય પટેલ આદિલ નીકળ્યો’, વિધર્મીની મહોબ્બતનો અસલી ચહેરો સામે આવતા હડકંપ
ભરૂચના ચાવજ ગામે પત્નીએ પતિનું રાઝ ખોલતાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, વિધર્મીએ સોશિયલ મીડિયા ઉપર નામ બદલીને એકાઉન્ટ બનાવ્યું હતું.
ભરૂચના ચાવજમાંથી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો
સોશિયલ મીડિયા ઉપર નામ બદલીને એકાઉન્ટ બનાવ્યું હતું
આદિલ પટેલ નામના વિધર્મી યુવકે આર્ય પટેલ નામ રાખ્યું હતું
ભરૂચમાંથી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, વિધર્મી યુવકે નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ભરૂચના ચાવજ ગામે પત્નીએ પતિનું રાઝ ખોલતાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. પત્નીએ સોશિયલ મીડિયા ઉપર આઈડી બનાવતા પતિ અને પત્નીના ફોટાએ પતિની કરતૂતને ખુલ્લી પાડી હતી. લવ જેહદના આ કિસ્સામાં વિધર્મી યુવકના માતાપિતા સામે પણ ગંભીર ગુનો નોંધાયો છે.
યુવતી વિધર્મી યુવકના ઘરે પહોંચતા મામલો સામે આવ્યો હતો
વાત જાણે આમ છે કે, ભરૂચના ચાવજ ગામના આદિલ પટેલ નામના વિધર્મી યુવકે આર્ય પટેલ બની ખોટા નામથી અન્ય ધર્મની યુવતિને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આદિલ પરણિત હોવા છતાં ખોટું નામ ધારણ કરી યુવતિને પ્રેમ જાળમાં ફસાવી હતી. ગત શુક્રવારના રોજ આર્ય પટેલનો અસલી ચહેરો સામે આવી ગયો હતો. આદિલ આર્ય બનીને યુવતિને ધાક-ધમકી આપી દબાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી વિધર્મી યુવકના ઘરે પહોંચી હતી. જ્યાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. યુવતીએ વિધર્મી યુવકના ઘરે હંગામો કરતા મામલો ઉગ્ર બન્યો હતો
પોલીસે કાર્યવાહી હાથ ધરી
ખોટા નામની આઈડી બનાવી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના ચાવજ ગામે વિધર્મી યુવકે જ પરિણિત હોવા છતાં સોશિયલ મીડિયા ઉપર ખોટી આઇડી બનાવી હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી, ત્યારબાદ વારંવાર ખંડણી માંગતા આખરે વિધર્મી યુવકનો ભાંડો તેણીની પત્નીએ જ ખોલી નાખ્યો હતો. ભરૂચ તાલુકા પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે
યુવતીએ શું આક્ષેપ કર્યા
યુવતીએ આક્ષેપ કર્યો છે કે, હું કોલેજમાં અભ્યાસ કરતી હતી તે વખતથી ઈન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામના આઈડી ઉપરથી એક યુવક સાથે સંપર્ક આવી હતી. સોશિયલ મીડિયા ઉપર જ વાંતચીત ચાલતી હતી અને જે યુવક આર્ય પટેલ તરીકે ઈન્સ્ટાગ્રામ ઉપર આઈડી હતી. તે હિન્દુ તરીકે હોય અને તે પોતે હિન્દુ હોવાની ઓળખ પણ ફરિયાદીને આપી હતી. બંને વચ્ચે મિત્રતા કેળવતા બંને હિંદુ જ હોય તેમ યુવકે પણ પોતાની અસલી ઓળખ છુપાવી હતી. જેઓ અલગ અલગ મંદિરોમાં પણ પહોંચી માતાજીના દર્શન કર્યા હતા અને વિવિધ મંદિરે ફોટા પણ પડાવ્યા હતા. વિધર્મી યુવકે ફરિયાદીના ઘરે લગ્નનું માંગુ લઈને પણ પહોંચ્યો હતો.
50 હજારની માંગણી પણ કરી હતી
ફરિયાદીએ કહ્યું કે, તમે કેવી રીતે ઓળખો ત્યારે પત્નીની આઈડી ઉપરથી જ ફરિયાદીને જવાબ મળ્યો કે આ મારો પતિ છે અને તેનું નામ આદિલ અબ્દુલ પટેલ છે. આ સમગ્ર વાતને લઈ ફરિયાદીએ આર્ય પટેલ તરીકે ઓળખ આપનાર આદિલ પટેલને ફોન કરતા તેણે ફરિયાદી સમક્ષ માફી માંગતો એક વીડિયો ઉઠક-બેઠક કરતો બનાવી ફરિયાદીને મનાવવાના પ્રયાસ કર્યા હતા.
ત્યારબાદ પણ સતત ખોટી ઓળખ આપનારે ફરિયાદીને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દેતા આખરે ફરિયાદી પણ પોલીસના દ્વારે પહોંચી હતી. ખોટી ઓળખ આપી ફરિયાદીને પ્રેમજાળમાં ફસાવનારે મોટર સાયકલ ખરીદવા માટે 50 હજારની માંગણી પણ કરી હતી. યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું તેમજ ખંડણી માંગી હોય તેવા ગંભીર પ્રકારના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ છે