મોડી રાત્રે તકરાર થયા બાદ હત્યાના ગુનાને અંજામ આપ્યો
ગાંધીનગર શહેર નજીક આવેલા દંતાલીના અદાણી શાંતિગ્રામ ખાતે લેબર કોલોનીમાં ઝારખંડથી આવેલા મજૂરો વચ્ચે રૂપિયા બાબતે તકરાર થઈ હતી. જે પૈકી એક મજૂરે સાથી મજૂરને ગળે ટૂંપો આપીને હત્યા કરી દીધી હતી. જે મામલે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને મૃતકના ભત્રીજાની ફરિયાદના આધારે અડાલજ પોલીસ હત્યાના ગુનો દાખલ કર્યો છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઝારખંડથી બે દિવસ અગાઉ મજૂરી અર્થે બાબલું કુંજીરામ હેમરોમ તેના મોટા પપ્પા ગણેશ હેમરોમ સાથે આવ્યો હતો. ગાંધીનગર નજીક દંતાલીમાં અદાણી શાંતિગ્રામ ખાતે લેબર કોલોનીમાં તેમના રૂમ આપવામાં આવ્યો હતો જેમાં બાબલુ અને તેના મોટા પપ્પા ગણેશ હેમરોમ અલગ અલગ રૂમમાં રહેતા હતા. ગણેશની સાથે તેમના વતનમાંથી જ આવેલો બિભૂતિ કીસ્કુ રહેતો હતો. દરમિયાનમાં આજે સવારના સમયે બાબુલને જાણવા મળ્યું હતું કે, રૂપિયાની તકરારમાં બિભૂતિ દ્વારા તેના મોટા પપ્પાને ગળે ટૂંકો આપીને હત્યા કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટ કરે તેને કહ્યું હતું કે આજે સવારના સમયે તે મજૂરો માટે જમવાનું તૈયાર કરાવતો હતો તે સમયે તમામ રૂમ ઉપરથી મજૂરોને નીચે બોલાવવા માટે મોકલ્યા હતા આ દરમિયાન ગણેશનો રૂમ અંદરથી બંધ હતું અને કોઈ અવાજ આવતો ન હતો જેના પગલે તેને ખખડાવતા થોડીવાર પછી બિભૂતિ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો અને ગણેશ નીચે પડયો હતો જેથી પૂછતા તેણે કહ્યું હતું કે ગઈકાલે રાત્રે રૂપિયા બાબતે તકરાર થતા ગળે ટૂંકો આપીને ગણેશની હત્યા કરી દીધી છે. બિભૂતિ ભાગવા જતો હતો તે દરમિયાન તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારે હાલ તો આ સંદર્ભે અડાલજ પોલીસ દ્વારા બાબલુંની ફરિયાદ નોંધી આરોપી બિભૂતિની ધરપકડ કરી લેવામાં આવી છે.